ખેડૂતોને અનુરોધ:‘જીરૂ, ધાણા, વરિયાળી, રાઇના પાકને રોગથી બચાવવા ફૂગનાશક દવાનો છંટકાવ કરો’

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી માવઠાથી રવિ પાકને બચાવવા શું કરવું તે અંગે દિવ્ય ભાસ્કરે કૃષિ તજજ્ઞ સાથે કરી વાતચીત
  • વાદળછાયા વાતાવરણમાં પિયત ન કરવું: ચણામાં ઇયળનો ઉપદ્રવ અટકાવવા સાયપરમેથ્રીન દવાનો છંટકાવ જરૂરી

જામનગર જિલ્લામાં મંગળવારે કમોસમી માવઠું થયું છે. જેના કારણે જીરૂ, ધાણા, વરિયાળી, રાઇ અને ચણાના પાકને સૌથી વધુ નુકસાનની ભીતિ છે. આથી માવઠાથી રવિ પાકને બચાવવા શું કરવું તે અંગે દિવ્ય ભાસ્કરે શહેરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્સટીસ્ટ એન્ડ હેડ કાંતિભાઇ બારૈયા સાથી ખાસ વાતચીત કરી હતી.

જેમાં તેમણે જીરૂ, ધાણા, વરિયાળી, રાઇના પાકને રોગથી બચાવવા ફૂગ નાશક દવાનો છંટકાવ કરવા તથા ચણાના પાકમાં ઇયળ નો ઉપદ્રવ અટકાવવા સાયપરમેથ્રીન દવાનો છંટકાવ જરૂરી હોવાનું જણાવ્યું હતું. તદઉપરાંત જૈવીક ખેતી કરનાર ખેડૂતોને જમીનમાં ટ્રાયકોડર્મા 1 કીલો પ્રતિ વીધા આપવા તથા બિવેરીયા બેઝીયના દવા 100 ગ્રામ એક પંપમાં નાંખી છંટકાવ કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે.

કાર્બેન્ડેઝીમ, મેન્કોઝેબ, હેકઝાકોનાઝોલ, કોઝેટાઇલ એ.એલ., ટેબુકોનાઝોલ દવાનો છંટકાવથી કરવાથી પાકને રોગથી બચાવી શકાય

  • ​​​​​​​કમોસમી માવઠાથી જીરૂ, ધાણા, વરિયાળી, રાઇના પાકને રોગથી બચાવવા કાર્બેન્ડેઝીમ 25 ગ્રામ, મેન્કોઝેબ-50 ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ-25 મીલી અથવા ટેબુકોનાઝોલ 30 મીલી, કોઝેટાઇલ એ.એલ. 15 ગ્રામ દવા એક પંપમાં નાંખી છંટકાવ કરવો જરૂરી છે. તદઉપરાંત જયારે આકાશમાંથી વાદળો દૂર થાય ત્યારે પિતન આપવું હિતાવહ છે.
  • ચણાના પાકને રોગથી બચાવવા ઉપરોકતમાંથી કોઇ પણ એક ફૂગનાશક દવા અને ઇયળનો ઉપદ્રવ અટકાવવા સાયપરમેથ્રિન-15 મીલી દવા પંપમાં નાંખી છટંકાવ કરવો જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...