યાર્ડમાં આવક:હાપા યાર્ડમાં જીરૂ, અજમો, મરચાના ભાવમાં તેજી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • એક દિવસમાં 46,266 મણ જણસ આવી
  • લસણ અને કપાસની સૌથી વધુ આવક

જામનગર માર્કેટ યાર્ડમાં શનિવારે જીરૂ, અજમો અને સૂકા મરચાના ભાવમાં તેજી જોવા મળી હતી. 1025 ખેડૂત આવતા 46266 મણ જણસ આવી હતી. જામનગર માર્કેટ યાર્ડમાં શનિવારે ઘઉંની 310, તુવેરની 1176, ચણાની 893, મગફળીની 3477, અરેંડાની 536, રાયડાની 2832, લસણની 13770, કપાસની 13995, જીરૂની 426, અજમાની 2070, અજમાની ભુસીની 3684, ધાણાની 1785, સૂકા મરચાની 672, સોયાબીનની 178, વટાણાની 210 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો અડદના રૂ.1000-1350, તુવેરના રૂ.1200-1485, વાલના રૂ.2390-2455, ચણાના રૂ.325-972, મગફળીના રૂ.1000-1540, અરેંડાના રૂ.1300-1372, રાયડાના રૂ.900-1050, લસણના રૂ.50-529, કપાસના રૂ.1400-1680, જીરૂના રૂ.5300-6305, અજમાના રૂ.2100-4040, ધાણા રૂ.100-1700, સૂકી ડુંગળીના રૂ.50-270, સૂકા મરચાના રૂ.2000-6000, સોયાબીનના રૂ.950-1020, વટાણાના રૂ.550-795 ભાવ બોલાયા હતાં. શનિવારે મઠ, ચોળી, મેથી, મકાઇ, તલની કોઇ આવક થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...