તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સંસ્કાર ભારતીના ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાહિત્ય, સંગીત, નાટય કલાકારો ભાગ લેશે
  • ઉત્સવને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે

ભારતમાં કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે સૌથી મોટું સ્થાન ધરાવતી અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી દ્વારા સ્વતંત્રતા અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ચિત્ર, સાહિત્ય, સંગીત, નાટય, લોકકલાના કલાકારો ભાગ લેશે.

સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપક્રમે ભારતની આઝાદીના 75 માં વર્ષ નિમિતે ગુજરાતમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરનારા વિષયોને આવરી લઇ સામાજીક, શૈક્ષણિક, કલાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ માટે ગુજરાતના પૂર્વ સાંસ્કૃતિક મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી સમગ્ર ઉત્સવને ગુજરાતના 6 ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ અને પાટણનો સમાવેશ થાય છે.

જેમાં સમગ્ર ગુજરાત પ્રાંતના ચિત્ર, સાહિત્ય, સંગીત, નાટય, લોકકલાના કલાકારો ભાગ લેશે. આ માટે સાહિત્ય ક્ષેત્રે જયેન્દ્રસિંહ જાદવ, સંગીત ક્ષેત્રે કૃષ્ણ ભાવે, નાટય ક્ષેત્રે પંકજ ઝાલા, ચિત્ર ક્ષેત્રે સી.ટી.પ્રજાપતિ, નૃત્ય ક્ષેત્રે સ્મૃતિબેન વાઘેલા, લોક કલા ક્ષેત્રે નિતિન દવે, પ્રાચીન કલા ક્ષેત્રે કપિલભાઇ, આદિજાતિ સંસ્કૃતિ ક્ષેત્રે ભગવાન પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

આ સમગ્ર આયોજન માટે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતની રચાયેલી સમિતિના અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઇ ત્રિવેદી, મહામંત્રી તરીકે રમણીકભાઇ ઝાપડીયા, સંયોજક તરીકે જગદીશભાઇ જોશી કાર્યરત છે. સામાજીક સમરસતા અન્વયે ગામો-ગામ ભજનીકોની સંતવાણીના કાર્યક્રમનું કરાયું હાેવાનું સંસ્થાના પ્રચાર પ્રસાર મંત્રી કાળુભાઇ દવેની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...