• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Crowds Of Devotees At The World Famous Bala Hanuman Temple In Jamnagar On The First Day Of The New Year, Feel Blessed To Have Dada's Darshan.

દર્શન કરવા ભક્તો ઉમટ્યાં:જામનગરમાં નવા વર્ષના પ્રથમ દિવસે વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે ભક્તોની ભીડ, દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં નવા વર્ષની શરૂઆત લોકોએ વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કરીને કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ હનુમાન દાદાના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. અખંડ રામધૂન જ્યા ચાલે એવા વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે ભક્તોએ નવા વર્ષની શરૂઆતની સાથે ભગવાન શ્રીરામ અને બાલા હનુમાન મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

બાલા હનુમાન મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો
બાલા હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કર પહોચ્યા હતા. નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ અને કોરોના મુક્તથી પસાર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે નવા વર્ષમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી હતી. બાલા હનુમાન મંદિરમાં નવા વર્ષનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તેમજ કરોનાકાળ બાદના આ નવા વર્ષમાં લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે મંદિરે આવી પહોંચ્યા છે. ભક્તોએ નવા વર્ષની ઉત્સાહભેર શરૂઆત કરી અને ભગવાનને પ્રાર્થના કરી છે તેવું પૂજારી જયપાલસિંહ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...