મગરે હુમલો કરતા મોત:જામજોધપુરના તરસાઈ ગામે નદી કિનારે કુદરતી હાજતે ગયેલા યુવક પર મગરે હુમલો કરતા મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગરના હુમલાની ઘટનાના પગલે ગામલોકોમાં ભયનો માહોલ છવાયો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં મગરના હુમલાના કારણે એક યુવકનું મોત થતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે. નદી કિનારે કુદરીત હાજતે ગયેલા યુવક પર મગરે હુમલો કરતા ઘવાયેલા યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

તરસાઈ ગામમાં રહેતા કનુભાઈ જીવાભાઈ વાઢિયા સવારના સમયે ગામમાં આવેલી નદીના કિનારે કુદરતી હાજતે ગયા હતા. ત્યારે જ નદીમાંથી આવેલો મગર કનુભાઈને ખેંચીને લઈ ગયો હતો અને બાદમાં છોડી દીધા હતા. જો કે, મગરના હુમલાના કારણે કનુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા જામજોધપુર CHC ખાતે ખસેડવામા આવ્યા હતા. જ્યાંના ડોકટરોએ તપાસી મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...