તંત્ર સતર્ક:જામનગરમાં જાહેરમાં ઘાસ વેચતા 8 સામે ફોજદારી ફરિયાદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ઢોરનો ત્રાસ નાથવા માટે મહાપાલિકા આકરા પાણીએ

જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરના મામલે મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે, અને પ્રતિદિન ઢોર પકડવાની કામગીરીને વેગવંતી બનાવાઈ છે. જેની સાથે સાથે જાહેરમાં ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓ સામે પણ પગલાં લેવાનું શરૂ કરાયું છે, જેના ભાગરૂપે છ મહિલા સહિત આઠ જેટલા જાહેર માર્ગ પર ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. જામનગરમાં મિગ કોલોની વિસ્તારમાં જાહેરમાં ઘાસનું વેચાણ કરતી હેમલત્તાબેન રમણીક લાલ પરમાર, શ્યામભાઈ દિલીપભાઈ, તેમજ કિરણબેન રવિભાઈ પરમાર સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

જ્યારે પીઠડીયા ડ્રાઇવિંગ સ્કૂલ તળાવની પાળ પાસે ચંપાબેન જીવરાજભાઈ કછટિયા, તેમજ ઉર્મિલાબેન શૈલેષભાઈ નકુમ સામે ફોજદારી કરવામાં આવી છે. તે જ રીતે આર્યસમાજ રોડ પર જાહેરમાં ઘાસનું વેચાણ કરી રહેલી કેસરબેન જેઠાલાલ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. તે જ રીતે દયાબેન વેજાભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરના 45 થી વિજય પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ઘાસનું વેચાણ કરી રહેલા શામજી લાલજી કણજારીયા સામે પણ ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ છે. મહાનગરપાલિકાની આ કાર્યવાહીને લઈને જાહેર માર્ગો પર ઘાસનું વેચાણ કરતા વિક્રેતાઓમાં ફફડાટ મચી ગયો છે.

ઘાસચારા વેચવા તથા ઘાસચારો નાખવા પર શહેરમાં પ્રતિબંધ છે
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચાણ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉપરાંત લીલો કે સુકો ઘાસચારો ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જે પણ કોઈ વ્યકિત જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા અથવા તો ઘાસચારો નાંખતા માલુમ પડશે તો તેઓની સામે જાહેરમાં ત્રાસદાયી કૃત્ય કરવા ની શિક્ષા ને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...