જાહેરનામાનો ભંગ:જામનગર શહેરમાં હોમ કવોરન્ટાઈનનો ભંગ કરનારા સામે ફોજદારી

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરની બહાર નીકળતા એક પ્રૌઢ સામે જાહેરનામા ભંગનો ગુનો

પોલીસ સીટીઝન એલર્ટ એપ્લીકેશન લોંચ કરવામાં આવી છે  અને ડીજીટલ સર્વેલન્સ રાખવામાં આવી રહયુ છે જેમાં ભંગ કરનારા પર બાજ નજર રખાઇ રહી છે જે દરમિયાન સીટી સી પોલીસ મથક વિસ્તારમાં હોમ કવોરેન્ટાઇનના ભંગ કરવાના મામલે એક પ્રૌઢ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરાઇ હતી. જાહેરનામાની અમલવારીના ભાગરૂપે શરદ સિંઘલની સુચના અને એએસપી સફીન હસન અને ડીવાયએસપી એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એમ.જે. જલુના નેતૃત્વમાં સીટી સી પોલીસ દ્વારા જામનગર પોલીસ એલર્ટ સીટીઝન એપ્લીકેશન વિકસાવવામાં આવી છે.જેમાં હોમ કવોરેન્ટાઇન અને આઇશોલેસન વ્યકિતઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જેના આધારે હોમ કવોરેન્ટાઇન કે આઇસોલેટ વ્યકિતઓ ઘરથી દુર જાય કે બહાર નિકળે સહીતની મુવમેન્ટની જાણકારી ઉપલબ્ધ બની શકે છે. આ ટેકનોલોજી માફરતે ડીજીટલ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યુ છે જેમાં સીટી સી પોલીસે હોમ કવોરેન્ટાઇન ભંગ મામલે એક સામે જાહેરનામા ભંગ અને ડીઝાસ્ટર એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. હોમ કવોરેન્ટાઇન ભંગ મામલે કાંતિભાઇ ઉર્ફે કાનાભાઇ સરડવા (રે.ગોકુલનગર રડાર રોડ) સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...