રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા વસવાટ કરતા જીતેન્દ્ર કુંવરજીભાઈ મારૂ નામના આસામીએ શિશાંગ ગામમાં બનાવવામાં આવેલા એપાર્ટમેન્ટના એ વિંગમાં ફલેટ નંબર ૩૩માં તાળું માર્યું હતું.જે તાળુ રાજકોટના સંત કબીર રોડ આર્યનગર મેઈન રોડ પર વસવાટ કરતાં ખોડુભાઈ સામતભાઈ મુંધવા નામના શખ્સે તોડી નાખી તે ફલેટ પર કબ્જો કર્યો હતો.
ઉપરાંત સામાન રાખી પીઓપી અને કલરકામ પણ કરાવી લીઘા હોવાનો બનાવ બહાર આવ્યો છે.જેની જાણ થતા જીતેન્દ્રભાઇએ ફલેટ ખાલી કરવાનુ કહેતા ખોડુભાઈએ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે જીતેન્દ્ર મારૃએ જામનગર કલેકટર સમક્ષ અરજી કરી હતી.
તે અરજીની તપાસ લેન્ડગ્રેબિંગ સમિતિએ હાથ ધરી હતી જે બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રભાઇ મારૂએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ખોડુભાઈ મુંધવા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.