જાહેરનામાનો ભંગ:કાલાવડમાં સોપારીના વેપારી સામે જાહેરનામા ભંગનો ગુનો

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનમાં ટોળા એકત્ર કરતા ફોજદારી

કાલાવડમાં જૈન દેરાસર પાસે આવેલા તમાકુ-સોપારીના ગોડાઉનમાં ટોળા એકત્ર થયા હોવાનુ ધ્યાને આવતા સ્થાનિક પોલીસ ટીમે વેપારી સામે જાહેરનામાના ભંગ મામલે ગુનો નોંધી15 કિલો સોપારીનો ચુરો કબજે કર્યો હતો. કાલાવડમાં લીમડા ચોક વિસ્તારમાં રહેતા વેપારી કૃણાલભાઇ ભરતભાઇ ગરાયના મુખ્ય બજારમાં જૈન દેરાસર વિસ્તારમાં આવેલા  ગોડાઉન ખાતે સોપારી, તમાકુ વગેરેનુ વેચાણ થતુ હોવાથી ત્યાં માણસો એકત્ર થયા હોવાનુ પોલીસને ધ્યાને આવ્યુ હતુ.આથી પોલીસ ટીમે ત્વરીત દોડી જતા ત્યાં વ્યસનીઓ એકત્રિત થયા હોવાથી સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતુ હોવાનું, સેનેટાઇઝેશન સહીતની જરૂરી વ્યવસ્થા પણ ન હોવાનુ માલુમ પડયુ હતુ. આથી પોલીસે બેદરકારી દાખવવા મામલે તેની સામે જાહેરનામા ભંગ અને ડીઝાસ્ટર એકટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે પંદર કિલો સોપારીનો ચુરો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...