જામનગર સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ ધ્રોલમાં મેમણ કોલોની વિસ્તારમાં અમુક શખસો એકત્ર થઇ સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટુકડીએ ઉકત સ્થળે દરોડો પાડયો હતો જે દરોડા વેળા 14 શખસો જુગાર રમતા માલુમ પડયા હતા.
આથી પોલીસે ધ્રોળના શહેજાદ જીકરભાઇ પોપટપૌત્રા, શાહનવાઝ ફારૂકભાઇ નાગાણી, મોહસીન યુસુફભાઇ ગડીયા, ઓસમાણ રઉફભાઇ વીરાણી, હનિફ સતારભાઇ દેદરાણી, રીઝવાન રજાકભાઇ આકબાણી, ઈરફાન રઉફભાઇ ડોસાણી, રસીદ ગફારભાઇ વીરાણી, ઈમ્તીયાઝ ઈકબાલભાઇ ડોસાણી, સોયબ સતારભાઇ ડોસાણી, જુનેદ રફીકભાઇ રારાણી, જાવેદ બશીરભાઇ ગડીયા તેમજ રાજકોટના સોહિલ સલીમભાઇ કામદાર અને મોરબીના ગુલામ હુસેન સલીમભાઇ આકબાણીને પકડી પાડયા હતા.
પોલીસે તમામના કબ્જામાંથી રૂ.1,37,800ની રોકડ રકમ ઉપરાંત 11 મોબાઇલ ફોન સહિત રૂ. 2,22,300નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.