તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભુમાફિયા જયેશ અને 3 સાગરિતો સામે બોગસ પાસપોર્ટ મામલે ગુનો

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • બનાવટી આધાર-ચુંટણી કાર્ડ સહિતના ડોકયુમેન્ટસ બનાવ્યા

જામનગરમાં વકિલ કિરીટ જોશીની હત્યા પ્રકરણમાં પોલીસે પકડી પાડેલી ત્રિપુટી અને ભુમાફિયા જયેશ પટેલે ખોટા દસ્તાવેજ ઉભા કરી બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ જે મામલે પોલીસે ચારેય સામે વધુ એક ગુનો નોંધીને તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.

જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા પ્રકરણમાં પોલીસે સોપારી લેનારા ત્રણ આરોપીઓ દિલીપ પુજારા, હાર્દિક પુજારા અને જયંત અમૃતભાઇને કોલકતાથી પકડી પાડયા હતા જેના 12 દિવસના રીમાન્ડ મેળવી વધુ પુછતાછ હાથ ધરાઇ છે જેની પુછતાછમાંવધુ ખુલાસા થયા છે જેમાં તેઓએ ભુમાફિયા સહિતના આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચી બનાવટી આધાર કાર્ડ,ચુંટણી કાર્ડ, જન્મ તારીખના દાખલા વગેરે ડોકયુમેન્ટ ઉભા કરી બનાવટી દસ્તાવેજો બનાવ્યાનુ ખુલ્યુ હતુ. જેના મામલે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેવાસઇએ જાતે ફરીયાદ બની સીટી એ પોલીસ મથકમાં જયેશ પટેલ સહિત ચારેય સામે ગુનો નોંધાવ્યો છે.

મહારાષ્ટ્રમાં ખોટા દસ્તાવેજોના આધારે બનાવટી પાસપોર્ટ બનાવ્યાનુ ખુલ્યું
પોલીસે સોપારી લેનારી ત્રિપુટી પાસેથી ત્રણ પાસપોર્ટ કબજે કર્યા હતા જે બનાવટી નામવાળા પાસપોર્ટ ખોટાડોકયુમેન્ટસના આધારે બનાવવામાં આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.જે મહારાષ્ટ્રના નાસિક ખાતે બનાવવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો