કાર્યવાહી:દરિયામાં માછીમારી માટે ગયેલા 11 સામે ગુનો

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોઝીબંદર-ઓખા પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા જાહેરનામા ભંગ મામલે ફોજદારી

હાલ વરસાદી મોસમના કારણે જોવા મળતા કરંટના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે છતા પણ જામનગરના રોઝી બંદર અને ઓખા પંથકમાં જુદીજુદી માછીમારી બોટમાં અગીયાર માછીમારો જોવા મળતા પોલીસે જાહેરનામાન ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ચોમાસા દરમિયાન દરિયામાં જોવા મળતા કરંટના કારણે દરિયામાં માછીમારી માટે ન જવા જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કરી જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

જે દરમિયાન બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રોઝી બંદર જેટી પર પેટ્રોલિંગમાં બંદર પર દરિયામાં બે બોટ માછીમારી અર્થે ગયેલી માલુમ પડી હતી.આથી પોલીસે બંને બોટમાં રહેલા છ માછીમાર સામે જાહેરનામા ભંગ અંગે કાયદાકીય કાર્યવાહી કરી હતી જેમાં સલાયાના આમદ આલી સંઘાર, હુસેન હારૃન સંઘાર, શબ્બીર અબ્દુલ ગંઢાર નામના ત્રણ માછીમાર એક બોટમાં આવ્યા હતા. ત્યારે બીજી બોટમાં સલાયાના જાવેદ હારૃન સંઘાર, અબ્બાસ હાસમ સંઘાર અને મામદ જુનસ બેલાઈ નામના ત્રણ માછીમાર રોઝી બંદર પર આવતા તમામ છ સામે પોલીસ ખુદ ફરીયાદી બની ગુનો નોંધ્યો હતો.

જયારે દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહિ જવા માટેનું એક જાહેરનામું હાલ જિલ્લામાં અમલમાં હોય છતાં પણ આ નિયમનું ઉલ્લંઘન કરી ફિશરીજ દ્વારા કોઈ પણ જાતનું ટોકન મેળવ્યા વગર પોતાની બોટ લઈ માછીમારી કરવા દરિયામાં જતા ઓખાના મિલન બચુભાઇ ઢાયાણી, બચુ નારણભાઈ સોલંકી, ડાયા ઉકાભાઈ સોલંકી, પ્રકાશ હસમુખભાઈ ટંડેલ તથા જતીન દિલીપભાઈ પટેલ વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...