નયનાબાનું પ્રમુખ પદેથી રાજીનામું:ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેને જામનગર શહેર મહિલા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મત વિસ્તારમાં વધુ ધ્યાન કેન્દ્રીય કરી શકે તે માટે મહિલા પ્રમુખ પદ છોડ્યું

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કે જેઓ જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે કાર્યરત છે તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું પાઠવી પોતાને ફરજ મુક્ત કરવાની માંગણી કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતે 78 વિધાનસભાની બેઠક પર ઉમેદવારી કરવાની ઇચ્છતા ધરાવતા હોવાનું કારણ દર્શાવીને પોતે 78 વિધાનસભા વિસ્તારમાં વધુ સમય આપી શકે તેના માટે રાજીનામું સ્વીકારી પોતાને ફરજમાંથી મુક્ત કરવા માંગણી કરવામાં આવી છે.

શું કહી રહ્યા છે નયનાબા?
જામનગર શહેર મહિલા કૉંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજાએ કહ્યું હતું કે, મારે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે. મને મહિલા પ્રમુખના હોદા પરથી ફરજ મુક્ત કરવાની માગ કરી છે. ફરજમુક્ત થવા માટે બીજું કોઈ કારણ નથી. માત્ર વિધાનસભાની તૈયારી કરવા માટે જ મેં ફરજમુ્કત થવા માટે રાજીનામું આપ્યું છે. અને મારી ઈચ્છા છે વિધાનસભા ચૂંટણી લડવાની એટલા માટે હું તૈયારી કરું છું. મારે વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જગ્યાએ પહોંચાણ ન થાય એટલા માટે મેં પત્ર લખીને જણાવ્યું છે.

'મેં કહ્યું કે પ્રમુખ તરીકે જવાબદારી બીજા કોઈને સોપો તો હું મારી રીતે મારામાં ધ્યાન આપી શકું' પક્ષમાં બધા લોકો પોતાની વાત રજૂ કરી શકે અને દાવેદારી બધા કરી શકે એટલે મેં પણ કરી છે અને હું મહેનત તો પહેલેથી જ કરું છું એ બધાને ખ્યાલ છે. દાવેદારી કરવામાં તો બધાને અધિકાર હોય છે પાર્ટી જેને યોગ્ય લાગશે તેને ટિકિટ આપશે.

અન્ય સમાચારો પણ છે...