રિવાબાને જીતાડવા રવિન્દ્ર મેદાનમાં:જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ભવ્ય રોડ શો યોજ્યો, મોટી સંખ્યામાં લોકો જોડાયા

જામનગર14 દિવસ પહેલા

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ઉત્તર વિધાનસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આજરોજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ પત્ની રિવાબા જાડેજાને જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. આજે તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો.

વિવિધ વિસ્તારમાં રોડ શો યોજ્યો
જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતો. જાડેજાએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. ખુલ્લી જીપમાં સવાર થઈ જાડેજાએ જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો.

ક્યા ક્યા વિસ્તારમાં રોડ શો યોજાયો?
રવિન્દ્ર જાડેજાનો વોર્ડ ન. 3માં વિકાસ ગૃહથી રોડ શો શરૂ થયો હતો. જે ઇન્દ્રદીપ સોસાયટી, મહિલા કોલેજ, પટેલ કોલોની રોડ 1 થી 12, રોડ ન. 2 થી ગુ. સા. મેહતા સ્કૂલ, રોડ ન. 3થી શેરી ન. 12, ગોકુલ ધામથી રોડ ન. 4 જડેશ્વર મહાદેવ, આનંદ કોલોની, આનંદ બાગ, હાટકેશ સોસાયટી, ગાયત્રી સ્કૂલ, હવેલી શેરી, પટેલ વાળી, માતૃ આશિષ સોસાયટી, શેરી ન.5 થી પટેલવાડી મેઈન રોડ, સરદાર ભવન સુધી રોડ શો યોજાયો હતો.

આ ઉપરાંત વોર્ડ ન.2માં રામેશ્વર કાર્યાલય રોડ નં. 2, નિર્મલ નગર, કે પી શાહ વાડી, નંદન પાર્ક 2, જલારામ નગર, નંદન પાર્ક 1, કે. પી. શાહની વાડી, સઁસ્કાર દીપ, કે પી શાહ રોડ 1, રામેશ્વર ચોક, રાંદલ નગર મેઈન રોડ, બાપા સીતારામ મઢુલી, પુનીત નગર, આશાપુરા મંદિર, દાડલા ભાઈની દુકાન, ગાંધીનગર મેઈન રોડથી મોમાઈ નગર 5, મચ્છર નગર, બાપા સીતારામ મઢુલી, પંચવટી સોસાયટી સુધીનો રોડ શો યોજાયો હતો.

વોર્ડ ન. 1માં બેડેશ્વર બ્રિજ, સીધો રોડ, બાલ્કની પાનની સામેની ગલી, શનિદેવ મંદિર, સઁજય મિલ, કાપડ મિલ ચાલી, આશાપુરા હોટેલ રોડ, વૈશાલી નગર, શાળા ન.55 સુધી રોડ શો યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...