ગુજરાતની તમામ મહાનગરપાલિકાની ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતમાં આયોજન કરાયું છે. જેમાં જામનગરની ટીમ પણ ભાગ લેવા જઈ રહી છે. જેને જામનગરના પ્રથમ નાગરિક દ્વારા લીલીઝંડી અપાઈ હતી, અને તેમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
સુરતમાં ક્રિકેટ મેચ રમવા માટે જામનગરની ટીમ રવાના થઇ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકાઓ વચ્ચે ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં જામનગરના મેયર બીનાબેન કોઠારીની મેયર ઇલેવન ભાગ લેવા જઇ રહી છે, આ દરમિયાન આજે સવારે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં મેયર બીનાબેન કોઠારી દ્વારા ટીમને લીલી ઝંડી આપી વિદાયમાન અપાયું હતું. જે પહેલા જામ્યુકોની કચેરીમાં જામનગરની મેયર ઇલેવનની ટીમ વિજેતા બને, તે માટે આરતી અને પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.
ગુજરાત ઈન્ટર કોર્પોરેશન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની ટીમના કેપ્ટન તરીકે કોર્પોરેટર કેતન નાખવા જોડાયા જ્યારે તેઓની સાથે વિરોધ પક્ષના આનંદ રાઠોડ વાઇસ કેપ્ટનવિકેટકીપર તરીકે સ્ટેન્ડિંગ ચેરમેન મનીપ કટારિયા, આશિષ જોશી, સુભાસ જોશી, ડેપ્યુટી મેયર ઉપરાંત કોર્પોરેટર તપન પરમાર, રાહુલ બોરીચા, અને દિવ્યેશ અકબરી, અલ્તાફ ખફી, મેનેજર તરીકે નિલેશ તેમજ પાર્થ ધર્મરાજસિંહ જાડેજા, ધવલ નંદા, જીતુ કોટડીયા જોડાયા છે. સમગ્ર ટીમને વિદાય માન આપીને વિજેતા બનવા માટે જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, આશિપ શુભકામનાઓ પાઠવવામાં આવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.