તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો પકડાયો, એક ઝબ્બે

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોકડ, ફોન સહિત રૂ. 19,450ની મતા કબજે

જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે પોલીસે મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચ નિહાળી રનફેરનો ભાવ લગાડીને હાર જીતનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડયો હતો અને રોકડ રકમ તથા મોબાઇલ સહિત રૂ.19,450ની માલમતા કબજે કરી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરની ભાગોળે પંચ બીના પીએસઆઇ સી.એમ.કાંટેલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસને લાલપુર બાયપાસ પાસે હોટલ નજીક પંચરની દુકાન પાસે એક શખ્સ ઓસ્ટ્રેલિયામાં ચાલતા બીગ બેસ ટવેન્ટી ટવેન્ટી ટુર્નામેન્ટના મેચમાં મોબાઇલ પર સ્કોર નિહાળી આઇડીમાં ભાવ લગાડીને હારજીતનો સટ્ટો-જુગાર રમતો હોવાની બાતમી મળી હતી.જેથી પોલીસ ટુકડી ધસી ગઇ હતી.

પોલીસે સ્થળ પરથી ભાવેશ ગોરધનભાઇ નંદા(રે.દડીયા)ને ક્રિકેટના જુગાર અંગે પકડી પાડયો હતો અને તેના પાસેથી રૂ.12,450ની રોકડ અને એક મોબાઇલ ફોન સહિત રૂ. 19,450ની માલમતા કબજે કરી હતી.પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી પકડાયેલા શખ્સની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો