દરોડો:માધવ દર્શન કોમ્પ્લેક્ષ સામે ચાલતો ક્રિકેટનો સટ્ટો પકડાયો, 2 શખસો પકડાયા, પન્ટરો સહિત 5 શખસો ફરાર થઇ ગયા

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં માધવ દર્શન કોમ્પ્લેક્ષ સામે ચાલતા ક્રિકેટના જુગાર પર પોલીસે દરોડો પાડી બે સખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે બંને શખસોના કબજામાંથી રૂપિયા 12600ની રોકડ ઉપરાંત બે મોબાઈલ કબજે કર્યા હતા. આ પ્રકરણમાં બે બુકી સહિત પાંચ પન્ટરોની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે આ શખસોની સામે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી છે. જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં તુલસી હોટલ માધવ દર્શન કોમ્પલેક્ષ, આત્મીય મેક ધ સ્ટાઇલ નામની દુકાન સામે રોડ પર જાહેરમાં અમુક સખ્સો ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની સીટી બી ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન નિશચલ સુરેશભાઇ વાઝા, સતીશ રતીલાલ મોદી, જાહેરમાં આઇ.ડી. પર યુ.એ.ઇ. દેશમાં રમાતા આઇ.પી.એલ. ક્રિકેટ ના 20-20 ટુર્નામેન્ટની રમાતી કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચેના ભાવ જોઇ, બન્ને ટીમની હારજીત અને રનફેરના જુગાર રમતા પકડાઈ ગયા હતા.જેમાં બંને શખસોના કબજામાંથી રૂા.12600ની રોકડ અને બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં ગોજીયા મો.નં. 90164 00671, પલુ માણેક રહે. મીઠાપુર 93278 78276, ગીરીશ જગજીવનભાઇ જટાણીયા રહે. ટાટા એરીયા, મીઠાપુર મો.નં. 63518 28873, માર્શલ રાજુભાઇ મોદી રહે. જોલી બંગ્લા, જામનગર મો.નં. 87995 78467 અને મીતુ મો.નં. 82000 47614 વાળા શખસોની સંડોવણી બહાર આવી હતી. પોલીસે આ સખ્સોને ફરાર જાહેર કરી તમામ સામે જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...