ધરપકડ:જામખંભાળીયામાં એડવોકેટની ઓફિસમાં ક્રિકેટનો સટ્ટો ઝડપાયો

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક એડવોકેટ સહિત ત્રણ ઈસમોને પોલીસે પકડી પાડ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલ મામલતદાર કચેરીની બાજુમાં આવેલ એક એડવોકેટની ઓફિસમાં એડવોકેટ સહિત ત્રણ ઈસમો ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધા હતાં.

ખંભાળિયા શહેરમાં આવેલ મામલતદાર કચેરીની બાજુમાં આવેલ એડવોકેટ તરુણભાઈ જયંતીલાલ વિઠલાણી પોતાની કબજા ભોગવટાની વકીલાતની ઓફિસમાં આર્થિક ફાયદા માટે શાહબાઝ અનવરભાઇ ભગાડ તથા શક્તિ વરજાંગભાઇ જામ સાથે મળી ઓસ્ટ્રેલિયામાં લાઈવ રમાતી બિગ બેસ 20-20 લિંગ 2021/22 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં આરોપી તરુણ વીઠલાણી તથા શાહબાઝ ભગાડ નાઓએ પોતાના ફોનમાં GALAXYEXCH99.CO/M/GAN નામની આઈ.ડી. મારફતે BRISBANE HEAT V/S HOBART HURRICANES વચ્ચે ચાલી રહેલ મેચ ઉપર ઓનલાઇન સોદા લગાવી પૈસા વતી નસીબ આધારિત હારજીતનો જુગાર રમી રમાડી આરોપી શક્તિ જામે તરૂણ તથા શાહબાઝને આઈ.ડી.આપી પોતાના અંગત લાભ મેળવી મિલાપી પણું કરી એક બીજાની મદદગારી કરતા ખંભાળીયા પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓને રોકડા રૂા.7700 તથા 3 મોબાઈલ ફોન મળી કુલ રૂા.22,700ના માલમત્તા સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...