તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:જામગરમાં ચૂંટણી પ્રચાર કરવા આવેલા સી.આર પાટીલે દ્વારકાના જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ સાથે કરી મુલાકાત

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક દિવસમાં ભાજપની બે સભાઓ યોજાઇ
 • સી.આર પાટીલે કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરોમાં શાસન મેળવવા માટે તમામ પક્ષો અને અપક્ષ દ્રારા જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે. ત્યારે જામનગર મહાનગર પાલિકાની 64 બેઠકો માટે ભાજપ દ્વારા શનિવારે એક જ દિવસમાં બે સભા યોજાઈ હતી. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા. જામગરમાં ચૂંટણી પ્રચાર કરવા આવેલા સી.આર પાટીલે દ્વારકાના જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ સાથે મુલાકાત કરી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે તાગ મેળવ્યો હતો.

કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થશે: સી.આર. પાટીલજામનગરમાં ફરી ભાજપનુ શાસન આવે તે માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં ધન્વંતરી મેદાન અને ચાંદીબજારમાં બે સ્થળોએ મોડી સાંજે સભાઓ યોજાઇ હતી. જેમાં પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હત. સી.આપ પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થશે અને 64માંથી ભાજપ 50થી વધુ સીટ જીત મેળવશે. આ સાથે તેમણે શહેરને દૈનિક પાણી મળે તેવા સ્થાનિક મુદાઓ પણ ઉઠાવ્યા હતા. તો પોતાના ભાષણ દરમિયાન સી.આર. પાટીલ ભાન પણ ભુલ્યા હતા. રામમંદિર અને કાશ્મીર મુદ્દે બોલતાં તેઓ કલમ 370ના બદલે કલમ 377 બોલ્યા હત

ગુંડાઓ ગુજરાત છોડે કે ગુંડાગીરી છોડે: સી.એમ રૂપાણીજ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ મુકત ગુજરાત અને ભયમુકત ગુજરાત વિશે જણાવ્યુ હતું. તેમણે જણાવ્યું કે, તેઓ જામનગરની સમસ્યા વિશે જાણે છે. શહેરને દૈનિક પાણી મળશે અને તમામ મહાનગરોને મેટ્રોની સુવીધા મળશે. આ સાથે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં ગુંડાઓને ચેતવણી પણ આપીન હતી. તેમણે કહ્યું કે, ગુંડાઓ ગુજરાત છોડે કે ગુંડાગીરી છોડે.

દ્વારકાના જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ સાથે કરી મુલાકાતજામનગર આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ કેવડીયા વાડીમાં રહેતા દેવભૂમિ દ્વારકાના જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ સાથે ટૂંકી મુલાકાત પણ કરી હતી.જ્યાં તેમણે જિલ્લાની રાજકીય ચર્ચા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત સી.આર.પાટીલે શહેર પ્રમુખ વિમલ કગથરા અને અમુક આગેવાનો સાથે મુલાકાતો કરી હતી.

ખીમભાઈ જોગલ સાથે સી.આર.પાટીલ ની મુલાકાત
ખીમભાઈ જોગલ સાથે સી.આર.પાટીલ ની મુલાકાત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો