યુવાનોનું સેવાકાર્ય:કાલાવડમાં ગૌ પ્રેમીઓએ લમ્પી વાઇરસને પગલે ગાયો માટે સારવાર કેન્દ્ર શરૂ કર્યુ, 50 ગાયોની સારવાર હાલ ચાલુ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 10 વર્ષથી 20 જેટલા યુવાનો ગૌ સેવા કરી રહ્યા છે

જામનગર જિલ્લામાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કાલાવડ તાલુકામાં ગૌસેવા ભાવિ યુવાનોએ વૃંદાવન ગૌશાળામાં લમ્પી ગ્રસ્ત ગાયો માટે સારવાર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં 50 ગાયોની સારવાર હાલ ચાલુ છે.

સ્વખર્ચે લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર
કાલાવડ તાલુક પંથકમાં બીમાર અપંગ બિન વારસી ગાયોને આશ્રય અને રક્ષણ મળી રહે તે માટે 20 જેટલા યુવાનો દ્વારા છેલ્લા દસ વર્ષથી ગૌ સેવા કરી રહ્યા છે. ત્યારે કાલાવડમાં વૃંદાવન ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 225 જેટલા ગૌધનને રાખવામાં આવ્યા છે. સંસ્થાના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ લમ્પીગ્રસ્ત ગાયો માટે ગૌશાળામાં અલગ સારવાર અને રસીકરણ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં આજુબાજુના વિસ્તારમાંથી સંસ્થા દ્વારા યુવાનોના સ્વખર્ચે લમ્પી ગ્રસ્ત ગાયોને સારવારમાં લઈ આવવામાં આવે છે. હાલમાં 50 જેટલી લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર સંસ્થા દ્વારા ચાલી રહી છે.

અકસ્માતગ્રસ્ત કે બીમાર ગાયોની સેવા કરે છે
શ્રી વૃંદાવન ગો સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વૃંદાવન ગો હોસ્પિટલ કાલાવડ ખાતે છેલ્લા નવ વર્ષથી કાલાવડ શહેર અને ગામડા કે રોડ પર અકસ્માતગ્રસ્ત કે બીમાર ગાયોની સેવા કરે છે તથા તાજેતરમાં જ લમ્પી વાયરસનું પ્રમાણ ગાયોમાં સતત વધી રહ્યું હોવાથી છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બીજી ગૌશાળા ઉભી કરવામાં આવી છે. જેમાં લમ્પી વોર્ડ તરીકે સારવાર ચાલી રહી છે જ્યારે ધોરાજી રોડ કાલાવડ પર આવેલ વૃંદાવન ગૌશાળા ગ્રુપ અને ટીમ દ્વારા શરૂ કરેલ છે જેમાં 50થી વધુ ગાયો અત્યાર સુધી સારવાર કરવામાં આવેલ છે અને તેમાં ઘણી એવી ગાયો સારવાર કરી સ્વચ્છ થઈ છે. ડોક્ટરની ટીમ દ્વારા મિત્રો દ્વારા ઘાસચારો ગોળવાળુ પાણી લીમડાનો ધુમાડી કરી જરૂરી ઇન્જેક્શન આપી આ ગો સેવાનું કાર્ય કરી રહ્યા છે. જ્યારે લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે 20 થી વધુ યુવાનોએ રાતો રાત આઇસોલેસન વોર્ડ તૈયાર કર્યો છે અને ગો સેવાનું કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...