જામનગરમાં વ્હોરોના હજીરા પાસે નદીમાં ગાયનો મૃતદેહ અને કચરાના ઢગલા પડયા છે. અન્નપૂર્ણા ચોકડી પાસે પણ પારાવાર ગંદકીથી કેનાલ ખદબદી રહી છે. આથી મહાનગરપાલિકાના અધિકારીઓની મુલાકાત અને પ્રિ-મોન્સુન કામગીરી પોકળ પુરવાર થઇ છે.
જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગપાલિકા દ્વારા લાખોના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. આટલું જ નહીં મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓએ પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય રીતે થાય છે કે કેમ તે માટે સ્થળની મુલાકાત લીધી હતી. પરંતુ કામગીરી પોકળ પુરવાર થઇ રહી છે.
કારણ કે, વ્હોરાના હજીરા પાસે રાજપાર્ક તરફ જતા નદીના બેઠા પુલ પાસે નદીમાં ગાયનો મૃતદેહ અને કચરાના ઢગલા પડયા છે. બીજી બાજુ અન્નપૂર્ણા ચોકડીથી કાલાવડ નાકા તરફના માર્ગ પર બેઠા પુલની કેનાલ પણ ગંદકીથી ખદબદી રહી છે. વ્હોરાના હજીરા પાસે તો મનપાના અધિકારીઓએ તાજેતરમાં મુલાકાત લીધી હતી. આથી પ્રિ-મોન્સુન કામગીરી અને અધિકારીઓની મુલાકાત સામે સવાલ ઉઠયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.