રસીકરણ:જિલ્લાના દરેક PHCમાં આજે કોવિડ મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાગુ પડતા દરેક લાભાર્થીઓએ અચૂક કોવિડ વેકસીન લેવા તંત્ર દ્વારા અપીલ કરાઇ
  • ઘરે ઘરે જઈને કોવિડ રસીકરણ કરવા માટે વહિવટી તંત્ર દ્વારા રૂપરેખા તૈયાર

જામનગર જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફન્ટ લાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વય જુથના કોવીડ વેકસીનના પ્રિકોશન ડોઝ માટે લાયક હોય તેવા લાભાર્થીઓ અને 12 થી 17 વર્ષના બાકી રહેતા તમામ લાયક લાભાર્થીને બીજા ડોઝ માટે કોવીડ રસીકરણ હેઠળ આવરી લેવાના ઉદેશથી તા.22 મે, રવિવારના જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/પેટા આરોગ્ય કેન્દ્ર પર મેગા કોવિડ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં લાગુ પડતા દરેક લાભાર્થીઓનો ટેલીફોનીક સંપર્ક કરી વેક્સીનેશન કેમ્પમાં આવરી લેવામા આવશે તથા જરૂરીયાત મુજબ હર ઘર દસ્તક મુજબ ઘરે ઘરે જઈને કોવિડ વેક્સીનેશન મળી રહે તે માટેનું આયોજન જામનગર જિલ્લામાં કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં વેક્સીનેશન (રસીકરણ) કામગીરી કોરોના નિયંત્રણમાં ખુબ જ અસરકારક હથિયાર સાબિત થયેલ છે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ લાયક તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ તથા બીજો ડોઝ લેવો ખુબ જ જરૂરી હોય બાકી રહેતા તમામ લાયક લાભાર્થીઓને આ મેગા કેમ્પનો લાભ લેવા તથા રાજકીય તેમજ સામાજિક સહિત ધાર્મિક અગ્રણીઓને કોવિડ વેક્સીનેશન મેગા કેમ્પ સહયોગ આપવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...