તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મત ગણતરી:જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની આવતીકાલે મતગણતરી, સામાન્ય સભા યોજવા સામે કોર્ટનો મનાઈ હુકમ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મતગણતરી રાબેતા મુજબ આવતીકાલે જ થશે

જામનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની 14 બેઠકોની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં ચાર બેઠકો બિનહરીફ જાહેર થવા પામી હતી જ્યારે 10 બેઠકો માટે જંગી મતદાન નોંધાયું હતું દરમ્યાન અદાલતના હુકમ અનુસાર કાલે મતગણતરી હાથ ધરવામા આવશે.જ્યારે વિજેતાઓની જાહેરાત પણ બેઠકો અનુસાર કરવામાં આવશે જેથી કાલે જિલ્લા બેંક પર કોનો કબજો રહેશે તેનો નિર્ણય થઈ જશે.

જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની તાજેતરમાં જ 14 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી અને મતદાન પણ થઇ ગયું હતું ત્યારે કાનૂની મુદ્દાઓ ઉઠાવી અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને અદાલત અનુસાર બેંકની 10 બેઠકો માટેની ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું આ તમામ બેઠકો પર જંગી મતદાન નોંધાયું હતું પરંતુ અદાલતના આદેશ અનુસાર મતગણતરીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી.જ્યારે જિલ્લા બેંકની આ ચૂંટણીમાં ખંભાળિયા ,લાલપુર ,કલ્યાણપુર, દ્વારકા ની બેઠક પરના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા.

આ સમય દરમિયાન અદાલતના આદેશ અનુસાર થયેલા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા આવતી કાલે ડીકેવી કોલેજ ખાતે સવારે 10 વાગ્યે યોજવામાં આવશે.જેમાં ચૂંટણી અધિકારી શહેર મામલતદાર નંદાણીયા ના અધ્યક્ષ સ્થાને મતગણતરી શરૂ કરાશે અને 10 બેઠકોની મતગણતરી એક ટેબલ પર આરંભવામાં આવશે તબક્કાવાર દરેક બેઠકોના વિજેતા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો