જામનગરમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના અધ્યસ્થાને DSC ( ડિસ્ટ્રિક્ટ સ્કીલ કમિટી) ની 5 મી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોરાના કાળમાં હેલ્થ વર્કરની જરૂરિયાતને ધ્યાને રાખી જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્સ ચાલુ કરવાની વિચારણા હતી. જે આઈ.ટી.આઈ. દ્વારા આ કોર્સ ચાલુ કર્યા અંગેની જાણ કરાઈ હતી.
આ મિટિંગમાં આ વર્ષે બ્રાસ સિટી જામનગરને કુશળ માનવ બળ મળી શકે તે માટે કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી અર્તગર્ટ નવા બ્રાસને લગતા કોર્સ બનાવી ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવેલ છે. આ કોર્સ ઓગસ્ટ 20 સુધીમાં ચાલુ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં UNDP દ્વારા સ્કીલને લગતા કોર્સ ચાલુ રાખવા આઈ.ટી.આઈ.ને મદદ કરશે તેમ બેઠકમાં જણાવાયું હતું.
આ બેઠકમાં કલેક્ટર ડૉ. સૌરભ પારધી, ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તન રાઠોડ, આઇ.ટી.આઇ નાં આચાર્ય એમ. એમ. બોચીયા, રોજગાર અધિકારી સરોજ સાંડપા, લેબર ઓફિસર ધ્વનિ રામી તથા અન્ય અધિકારીઓ અને ઓદ્યોગિક એકમોના પ્રમુખઓ હાજર રહ્યા હતા. કાયક્રમનું સંચાલન આઈ.ટી.આઈ જામનગરના આચાર્ય બોચીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ વર્ષના બજેટમાં ગુજરાતની પાંચ આઈ.ટી.આઈ. માં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટીના કોર્સ ચાલુ કરવા માટે દરેક આઇ.ટી.આઇ. ને 5 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં આઇ.ટી.આઇ જામનગરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ સંસ્થામાં મેનુંફેકચરિંગના કોર્સની પંસદગી કરવામાં આવેલી છે. તે માટે બ્રાસ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી બ્રાસ ઉદ્યોગને લગતા કોર્સ બનાવી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.