હુમલો:જામનગરના સતવારાવાડમાં મહિલા પર દંપતિ-પુત્રનો હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલ મહિલાની રિસામણે બેઠેલી પુત્રીની બાબતને લઈને કરાયો હુમલો

જામનગરમાં સતવારાવાડ વિસ્તારમાં રણછોડરાયજી મંદિરની બાજુમાં રહેતાં રહીમાબેન અલ્તાફભાઇ લાખા નામના 40 વર્ષિય મહિલા પર આ જ વિસ્તારમાં રહેતાં મકસુદભાઇ સત્તારભાઇ સમા, તેમના પત્ની ફરઝાનાબેન અને પુત્ર નાસીરભાઇએ હુમલો કરી માર માર્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં સિટી એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ મૂંઢ ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે સારવાર લીધા બાદ રહીમાબેને ત્રણેય શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ રહીમાબેનની પુત્રી છેલ્લા પાંચેક મહિનાથી રિસામણે બેઠી છે. આરોપી મકસુદભાઇની દીકરી તેણીની દીકરીનું ઘર ચલાવવા ન દેતી હોય, આ બાબતે સતત કંકાસ ચાલતો હોય, જેને લઇને વહેમ શંકા રાખી ધોકા વડે માર માર્યો હતો. જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...