પોલીસ તપાસ:જાયવા નજીક રિક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં દંપત્તિ ઘાયલ, છકડાચાલક છકડો મૂકીને નાસી છૂટ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મા નવાગામ ઘેડ- કબીર નગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ જુમાભાઈ ખફી (ઉં.વ.25) અને તેના પત્ની કરિશ્માબેન ઈસ્માઈલભાઈ ખફી (ઉં.વ.20) કે જેઓ ગત તા.4-4-2022 ના બપોરે બારેક વાગ્યાના અરસામાં પોતાના સ્કૂટર પર બેસીને જામનગર થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા. જેઓ ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે પહોંચ્યા, જે દરમિયાન પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા એક છકડો રીક્ષાના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં દંપતીને માથામાં તેમજ શરીરના જુદા જુદા ભાગે ઇજાઓ થઇ હતી, અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. આ અકસ્માતના બનાવ પછી છકડો રીક્ષા ચાલક પોતાની છકડો રીક્ષા રેઢી મુકીને ભાગી છૂટ્યો હતો. આથી પોલીસે રીક્ષા છકડો કબજે કરી લઈ, તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...