ગ્રામપંચાયતનું પરિણામ:જામનગરના બેરાજા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ઉમેદવાર બિંદુબેન સાવલિયા 1 મતે વિજય, વાંચો 23 ગ્રામપંચાયતના સરપંચનું લિસ્ટ

જામનગરએક મહિનો પહેલા
  • જામનગર જિલ્લાની 119 ગ્રામપંચાયત ચૂંટણીની 6 તાલુકાના કેન્દ્ર પર મત ગણતરી

જામનગર જિલ્લામાં 119 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ ગઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં ગણતરી સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને પરિણામ આવતા જ સાંજ સુધીમાં તમામ ગામોને તેમના નવા સરપંચ અને સભ્યો મળી જશે.

જામનગર તાલુકાના ધુતારપર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રી કાઉન્ટિંગ કરવાનો નિર્ણય કરવાનો આવ્યો હતો. સરપંચ પદનો ઉમેદવાર 6 મતથી જીત તરફ હતો ત્યારે હાર તરફ જઈ રહેલા ઉમેદવારે રી કાઉન્ટિંગ માંગતા ગરમાવો જોવા મળ્યો હતો. ધુતારપર ગ્રામ પંચાયત ચૂંટણીમાં રી-કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પણ ફરીથી એ જ પરિણામ આવ્યું હતું. જામનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદે બંને પગથી દિવ્યાંગ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. ચેલા ગ્રામ પંચાયતના વોર્ડ નં.4 માં સભ્ય પદે વિજેતા થયા છે. કિરણસિંહ સોલંકી નામના દિવ્યાંગ ઉમેદવાર વિજેતા થયા છે. વોર્ડ નં 4 ના સભ્યપદની ચૂંટણીમાં 72 મતે તેઓ વિજેતા થયા છે.

જામનગર જિલ્લામાં 19 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 72.91% મતદાન નોંધાયું હતું. જેની આજે 6 તાલુકાના કેન્દ્ર પર મતગણતરી હાથ ધરાઇ છે. જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 72.91% ટકા મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે.

જામનગર તાલુકાના બેરાજા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ઉમેદવાર બિંદુબેન શૈલેષભાઈ સાવલિયા 1 મતે વિજય

જામનગર તાલુકાનું ચાંગા બાવરીયા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ઉમેદવાર સતીબેન હમીરભાઇ પિંગળ વિજેતા
જામનગર તાલુકાના બેડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રશાંતબા કેશુભા જાડેજાનો વિજય થયો છે

જામનગર તાલુકાના ખીમરાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજ્યાબેન વિઠ્ઠલભાઈ માંડવીયા વિજેતા થયા

જામનગર તાલુકાના નવા નાગના ગ્રામ પંચાયતમાં સરપંચ પદે હરીશ રાઠોડ વિજય જાહેર
જામનગર તાલુકાના ચેલા ગ્રામ પંચાયતમાં સરપંચના મહિલા ઉમેદવાર રંજનબા રાજેન્દ્રસિંહ ભાટીનો વિજય થયો
જામનગર તાલુકાના દિગ્વિજય ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદે મહિલા ઉમેદવાર રેખાબેન જગદીશભાઈ ચૌહાણ વિજેતા

વાણીયાગામ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર અતુલ કિશોરભાઈ વિજય થયા છે
જામનગર તાલુકાના ગોરધનપર ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર ઇસ્લામભાઈ મામદ ખીરા વિજય જાહેર થયા

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં મહિલા ઉમેદવાર હંસાબેન મનસુખભાઈ ચાવડા 325 મતોથી વિજેતા

જામનગરના બજરંગપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજાનો વિજય

તમામ સ્થળોએ માસ્ક સાથે કર્મચારીઓ અને ગણતરી એજન્ટો મતગણતરી પ્રક્રિયા શરૂ થઇ છે. સાંજ સુધીમાં પરિણામ આવતાં જ તમામ ગામોને પોતાના નવા સરપંચ અને સભ્યો મળી જશે. પરિણામ બાદ કોઈ ગામમાં કે કોઈ જગ્યાએ ધમાલ ન થાય અને શાંતિ ન ડહોળાય તે માટે પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...