ગ્રામ પંચાયત ચૂંટણી-2021:મતગણતરીના દિવસને ડ્રાય ડે જાહેર કરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુક્ત પદાર્થ આપે નહી તે ધ્યાને રાખી પગલા

ગ્રામ પંચાયત ચૂંટણી-2021 અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન તા.19ના થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુક્ત પદાર્થ આપે નહી અને ચૂંટણી કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લામાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી (લીકરશોપ) હોટલ, રેસ્ટોરન્ટ, કલબ, બીજી સંસ્થાઓને દારૂનું વેચાણ કરવા સામે મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલા એટલે કે તા.17 થી તા.19 ડિસેમ્બર સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા. 21ના દિવસને “ડ્રાય ડે” તરીકે જાહેર કરાય છે.

હોટલ, રેસ્ટોરન્ટ, કલબ અને સ્ટાર હોટલ જેઓને દારૂ રાખવાનુ અને પુરો પાડવાનુ લાયસન્સ આપવામાં આવેલ હોય, વ્યક્તિગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ આપેલ હોય તેવી વ્યક્તિઓને 48 કલાક પહેલા એટલે તા.17 થી તા.19 ડિસેમ્બર સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા.21ના દિવસે દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને પ્રોહિબિશન કાયદા ઉપરાંત ગુજરાત પોલીસ એકટની કલમ-135 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ગણવામાં આવશે તેમ જિલ્‍લા મેજીસ્ટ્રેટ જામનગર દ્વારા હુકમ કરી જણાવવામાં આવ્યંુ છે.

અન્ય સમાચારો પણ છે...