યુવા ફેશન:કોટન અને મસ્લિમ સિલ્કની પેન્ટ પેરનો ક્રેઝ, જામનગર શહેરમાં લખનવી અજરક અને હેન્ડમેન્ડ બોલ્ડ પ્રિન્ટ સૌથી વધુ ટ્રેન્ડમાં

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં તહેવારોની મોસમ શરૂ થતા જ શહેરમાં ડિઝાઇનર કપડાં સહિતની એક્ઝિબિશનનની શરૂઆત થઈ ગઈ છે. જેમાં શહેર તેમજ બહારના ડિઝાઇનર દ્વારા આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇનર કપડા, રાખડી , ફુટવેર,જ્વેલરી, લખનવી કુર્તી, પાર્ટીવેર, ઈન્ડો વેસ્ટન, ચોલી,હેવી દુપટ્ટા વગેરેના કલેક્શન પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે.કપડામાં સૌથી વધારે કુર્તી, કોટન અને મસ્લિમ સિલ્કની પેન્ટ પેર, સરારા, પેપ્લોન્સ કોન્સેપ્ટ, તેમજ લખનવી કૂર્તી અને અજરક પ્રિન્ટ સૌથી વધુ ટ્રેન્ડમાં છે.

જ્યારે જ્વેલરીમાં લોંગ શોર્ટ યરિંગ્સ, કડા, વીટી, ચેન તેમાં પણ ખાસ કરીને રોઝ ગોલ્ડ, કોરિયન, કુંદન અને લાઈટ વેટ જ્વેલરી ડિમાન્ડમાં છે. જ્યારે વેસ્ટર્નમાં પેપ્લોન્સ સ્ટાઇલ સ્લીવ, જમશુટ, સીંગલેટ તેમજ કોલ્ડ્રોઇટ કાપડના ટોપ મહિલાઓને આકર્ષી રહ્યા છે.તેમ ડિઝાઇનરો જણાવ્યું હતું. રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તેહવારો નજીક આવતા શહેરમાં ડિઝાઇનર કપડાં સહિતની એક્ઝિબિશનનની શરૂઆત થઈ ગઈ છે.

તહેવારો નજીક આવતા ટ્રેડિશનલ ડિઝાઈનર કપડા મહિલાઓની પહેલી પસંદ
સૌથી વધુ લખનવી કુર્તી, અને અજરક પ્રિન્ટ વાળી કુર્તી સહિત ટ્રેડિશનલ ડિઝાઈનર કપડા વધુ મહિલા ઓની પહેલી પસંદગી બની રહી છે.આ ઉપરાંત કુર્તીઓમાં જયપુરી કોટન,ખાદી કોટન,સીફોન લખનવી કુર્તી વધુ ચાલી રહી છે. જ્યારે વેસ્ટર્નમાં પેપ્લોન્સ સ્ટાઇલ સ્લીવ, જમશુટ, સીંગલેટ તેમજ કોલ્ડ્રોઇટ કાપડના ટોપ મહિલાઓને આકર્ષી રહ્યા છે. > સ્ટોલ ધારક , જામનગર.

તહેવારોને ધ્યાનમાં રાખીને કપડાની ખરીદી
શ્રાવણ માસમાં અનેક વ્રતો અને તહેવારો આવે છે. તેને ધ્યાનમાં રાખીને કપડાં અને જ્વેલરીની ખરીદી કરી રહી છું. આ વખતે કોરોનાના બરાબર હોવાથી તેહવાર ઉજવવાનો ઉત્સાહ પણ વધી ગયો છે. એટલે એક્ઝિબિશનમાં ડિઝાઇનર ટ્રેડિશનલ કુર્તીઓ ખરીદી કરી છે. - દીપા સોલંકી, ગ્રાહક

એ લાઇન અને સ્ટ્રેટ કુર્તી અલગ જ લુક આપે
હાલમાં તહેવાર અને સીઝન ચાલી રહી છે ત્યારે કુર્તી અને સ્ટ્રેટ કુર્તી મારી ફેવરિટ છે કારણકે તે આખો અલગ જ ટ્રેડિશનલ લુક આપે વળી તેની સાથે કોઈ સારી મોટી હેવી જ્વેલરી પહેરી લો તો તમારા લોકોને ચાર ચાંદ લાગી જાય આથી એને એક નવો જ લુક મળે છે. - અપેક્ષા મુગ્રા, ગ્રાહક

રોઝ ગોલ્ડ અને કોરિયન જ્વેલરી ડિમાન્ડમાં
મોટેભાગે લેડીઝને લાઈટ વેટ અને રીચ લુક આપતી જ્વેલરી વધુ પસંદ આવે છે. પરંતુ ટ્રેન્ડ મુજબ રોઝ ગોલ્ડ અને કોરિયન જ્વેલરી તેમજ કુંદન વાળી લાઈટ વેટ જ્વેલરી ખૂબ ડિમાન્ડમાં છે અને તેમાં પણ સૌથી વધુ નેકલેસ ચેન કડા પેન્ડલ સેટ વધુ વહેંચાઈ રહ્યા છે. - સ્ટોલ ધારક, જામનગર.

અન્ય સમાચારો પણ છે...