તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં એડવોકેટ કિરીટ જોશીની હત્યામાં કલકત્તાથી ઝડપાયેલા ત્રણેય શખ્સોને કોર્ટમાં રજુ કર્યા હતા ત્યારે 12 દિવસના રિમાન્ડ મળ્યા હતા. ત્યારબાદ રિમાન્ડ પૂરા થતાં પેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણેય આરોપીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કોર્ટમાં વિડીયો કોલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સારવાર બાદ ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા બાદ નાસી છુટેલા આરોપીઓ દેશના વિવિધ રાજ્યો અને અન્ય ચાર દેશોમાં ભટકીને ફરી ભારતમાં કલકત્તામાં આવ્યાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તાજેતરમાં જામનગર એલસીબી બ્રાન્ચની ટીમે કલકત્તાથી ત્રણેય આરોપી હાર્દિક પુજારા ઠક્કર, દિલીપ પુજારા ઠક્કર અને જયંત ચારણ ગઢવી ગામના ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને ત્રણેયને જામનગર લાવ્યા બાદ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો તે કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા તેની ધરપકડ કરી હતી. હત્યાની તપાસ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈને સોંપવામાં આવી હતી અને ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી પોલીસે 12 દિવસના રિમાન્ડ પર લીધા હતા.
રિમાન્ડ દરમિયાન ડુપ્લિકેટ પાસપોર્ટ કેસ આધારકાર્ડ જન્મતારીખનો દાખલાનો પણ કેસ નોંધાયો છે અને હત્યાને લગતું સાહિત્ય એકઠું કરી કબજે કરવામાં આવ્યું છે. રિમાન્ડ દરમિયાન ત્રણે આરોપીના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો તેમાં ત્રણેય આરોપીને કોરોના પોઝિટિવ આવતા જામનગર એલસીબી અને એસઓજીના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર કરવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીને કોરોનાની સારવાર બાદ જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.