કોરોના અપડેટ:જામનગરમાં કોરોનાનો પુન: પગપેસારો ગાઝિયાબાદથી આવેલો યુવક પોઝિટિવ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેશિયા ગામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ
  • તાલીમ માટે ગાઝિયાબાદ ગયા હતાં, જ્યાં 8 કોરોનાગ્રસ્ત હતાં

જામનગર જિલ્લામાં ધીમે ધીમે કોરોના વાયરસ પગપેસારો કરી રહ્યો છે. બે દિવસ પહેલાં શહેરી વિસ્તાર માં એક પોઝિટિવ કેસ નોંધાયા પછી જોડિયાના કેશિયા ગામે યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં એક સમયે હાહાકાર મચાવનાર કોરોના વાયરસ પછીથી નહિંવત થતાં લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ છેલ્લા લગભગ અઢી માસની રાહત પછી ફરીથી કોરોનાએ એન્ટ્રી કરતાં ચિંતા જાગી છે. બે દિવસ પહેલાં જામનગર શહેર વિસ્તારમાં વિદેશથી આવેલી એક મહિલા નો કોરોના રીપોર્ટ પોઝિટિવ મળ્યા પછી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક કેસ નોંધાયો છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામના યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળતાં તેને હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગની ટૂકડી દોડતી થઈ છે. તથા જરૂરી આનુસંગિક કામગીરી હાથ ધરી છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતા આ દર્દી એક ફાર્મા. કંપની માં નોકરી કરે છે. અને તાલીમ માટે ગાઝિયાબદ ગયા હતાં .જ્યાં અન્ય આઠ લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતાં, તેના સંપર્કમાં આવ્યા હતાં. તેઓ જામનગર આવ્યા ત્યારે તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને તેનું પૃથ્થકરણ કરાવવામાં આવતાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ખાસ વાહનમાં જામનગર આવ્યા
ગાઝિયાબાદમાં કોરોનાના લક્ષણો દેખાતા તુરંત જ ખાસ વાહન મારફત તેઓ પોતાના વતન જોડિયાના કેશિયા ગામે આવી ગયા હતાં. આ કેસથી સ્થાનિક આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...