કોરોનાની એન્ટ્રી:જામનગરમાં લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી, બ્રાઝિલથી મહિલનો રિપોર્ટ પોઝિટિવ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં મહિલા પોઝિટિવ, પરિવારજનોના સેમ્પલ લેવાયા

જામનગર શહેરમાં કોરોનાની ફરીથી એન્ટ્રી થઇ છે. બ્રાઝિલથી આવેલી એક મહિલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સદગુરુ કોલોની વિસ્તારમાં હોમ આઈશોલેટ કરાઈ છે. જ્યારે આસપાસના વિસ્તારના રહેવાસીઓના સેમ્પલો લેવામાં આવ્યા છે.

જામનગરનાં લાંબા સમય બાદ એક કોરોના કેસ નોંધાયો છે. વિદેશથી આવેલી મહિલાને હોમ આઇશોલેશનમાં મૂકી દેવામાં આવી છે, અને તેની સાથે જોડાયેલા પરિવારના અન્ય સભ્યો તેમજ આસપાસના વિસ્તારના નાગરિકોના કોરોનાના સેમ્પલો એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 30 વર્ષીય મહિલા કે જેણે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તેમ છતાં પણ સંક્રમિત બની છે.

અન્ય સમાચારો પણ છે...