જામનગર કોરોના LIVE:જિલ્લામાં આજે નવા 93 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 800 ને પાર પહોંચ્યો, કલેકટર કોરોના સંક્રમિત થયા

જામનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શહેરમાં 79 કોરોના પોઝિટિવ નોંધાયા અને 40 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
  • જીલ્લામાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા અને 10 દર્દીઓ કોરોના અને માત આપવામાં સફળ

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 93 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેર માં 79 કોરોના કેસ આવ્યા જિલ્લામાં હવે 14 કોરોના પોઝિટિવ કેસ આવ્યા જયારે એક્ટિવ સંખ્યા વધીને 800 થી વધુ પર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 93 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 800 ને પાર પહોંચી ચૂકી છે.

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટના પણ 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6 લાખ 10 હજાર 400 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 41 હજાર 800 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોના સંક્રમિત થયા
જામનગરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોરોના સંક્રમણ રાજકીય નેતાઓ પણ થવા માંડ્યા છે. ત્યારે બે દિવસ પહેલા જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ મેયર અમીબેન પરીખ અને આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા કોરોના સંક્રમિત થયા છે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

જામનગર કલેકટર કોરોના સંક્રમિત બન્યા
જામનગર જિલ્લા કલેકટર ડો સૌરભ પારઘી કોરોના સંક્રમિત થયા છે. સામાન્ય લક્ષણો જોવા મળતા કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી હોમ આઇસોલેટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...