કોરોના અપડેટ:જામનગરમાં કોરોનાનો મુકામ, શહેરમાં વધુ ત્રણ કેસ, કોવિડ હોસ્પિટલમાં હજુ પણ ચાર દર્દીઓ સારવાર હેઠળ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ્ય પંથકમાં એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા રાહત

જામનગર શહેરમાં કોરોનાનુ સંક્રમણ યથાવત રહેતા શુક્રવારે વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા.જોકે,ગ્રામ્ય પંથકમાં એકપણ સંક્રમિત ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે.શહેરમાં લગભગ પખવાડીયાથી શરૂ થયેલુ કોરોનાનુ સંક્રમણ મહદઅંશે યથાવત રહેતા આરોગ્ય તંત્રમાં દોડધામ યથાવત રહી છે.જામનગર શહેરમાં લગભગ પખવાડીયા પુર્વે ફરી કોરોનાના કેસો સામે આવ્યા હતા.જેના પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ શરૂ થઇ હતી.જોકે,છેલ્લા સપ્તાહમાં કોરોના ઘીમો પડયો હતો.શહેરમાં શુક્રવારે કોરોના પોઝીટીવ વધુ ત્રણ કેસ નોંધાયા હતા.જયારે ગ્રામ્ય પંથકમાં એકપણ પોઝીટીવ કેસ સામે આવ્યો ન હતો.

જામનગરની કોવિડ હોસ્પીટલમાં હજુ ચાર દર્દીઓ સારવાર હેઠળ હોવાનુ બહાર આવ્યુ છે.જયારે મ્યુકર માઇકોસીસનો પણ વધુ એક દર્દી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડાયો હોવાનુ જાણવા મળ્યુ છે. શહેરમાં કોરોનાના કેસો યથાવત રહેતા આરોગ્ય તંત્ર દ્વારા પણ ટેસ્ટીંગ સહિતની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી રહીછે.

અન્ય સમાચારો પણ છે...