ચિંતાજનક:જિલ્લા બાદ શહેરમાં પણ કોરોનાના કેસ શરૂ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણ દિવસમાં કુલ ચાર લોકો સંક્રમિત થયા : મ્યુકર માઇકોસીસના 4 દર્દી જી.જી.હોસ્પિટલમાં સારવારમાં

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર મહદઅંશે પૂર્ણ થઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં શહેર અને ગ્રામ્યમાં નવા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. ગુરૂવારે ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. શુક્રવારે શહેરમાં પણ પોઝિટિવ કેસ નોંધાતા સાવચેતી જરૂરી બની છે.

જામનગર મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શહેર અને જિલ્લામાં કોરોના ટેસ્ટની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 8.92 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં 5,21,197 અને ગ્રામ્ય વિસ્તારમાં 3,71,798 કોવિડ ટેસ્ટ કરાયા છે. જામનગરની સરકારી જી.જી.ના ઇ.એન્ડ.ટી. વિભાગમાં મ્યુકર માઇકોસિસના 4 દર્દી સારવાર મેળવી રહ્યા છે. જામનગર જિલ્લામાં બીજા દિવસે કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. જો કે, શહેરમાં કોઇ કેસ અને 24 કલાકમાં કોઇ દર્દીનું મોત ન થતાં તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો છે.

જિલ્લામાં કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. જિલ્લામાં બુધવારે કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જો કે, શહેરમાં કોઇ કેસ નોંધાયો ન હતો. ગુરૂવારે જિલ્લામાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો. શહેરમાં કોઇ કેસ નોંધાયો ન હતો. જી.જી.માં બુધવારે રાત્રીથી ગુરૂવારે સાંજ સુધીમાં કોઇ દર્દીનું મૃત્યુ થયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...