તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વભરમાં કોરોના મહામારીના કોહરામ વચ્ચે ભારત તેમજ ગુજરાતમાં કોરોના વેકસીનની ટ્રાયલ શરૂ થઇ છે. જેના પગલે જામનગરમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવા માટે માસ્ટર પ્લાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ચાર તબકકામાં કોરોનાની રસી આપવામાં આવશે. જેમાં પ્રથમ હેલ્થ વર્કર્સ, બીજા ફ્રન્ટલાઇન વોરિયર્સ, ત્રીજા 50 વર્ષથી ઉપરની વ્યકિત અને ચોથા ક્રમે 50 વર્ષથી નીચેના કો-મોર્બીડ એટલે કે ડાયાબીટીસ, બ્લડપ્રેશરના દર્દીનો સમાવેશ કરાયો છે. આ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ફોર હયુમ્યુલાઇઝેશનની રચના કરવામાં આવી છે. જો કે, કઇ રસી કેવી રીતે અપાશે? તેની સરકારની ગાઇડલાઇન હજુ આવી નથી. જામનગર શહેર-જિલ્લામાં કોરોના વેકસીન આપવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલી ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ફોર હયુમ્યુલાઇઝેશનની બે મીટીંગ મળી ચૂકી છે. મીટીંગમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવા માટે કેટલા સ્ટાફ અને વાહનની જરૂર પડશે, રસીને કેવી રીતે સાચવવી સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
સામાન્ય લોકો પાસેથી રસીની ચાર્જ લેવાશે? વસૂલાશે તો કેટલો તેની ગાઇડલાઇન હજુ આવી નથી
કોરોના વેકસીન આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાઇ રહ્યો છે. રસી આપવાના ત્રીજા અને ચોથા તબકકામાં લોકોને રસી આપવાનું નકકી કરાયું છે. પરંતુ લોકો પાસેથી રસીનો ચાર્જ લેવાશે કે કેમ, જો વસૂલાશે તો કેટલો તેની ગાઇડલાઇન હજુ આવી નથી.
જામનગરમાં 36 લાખ એમએલ વેકસીન રાખવાની ક્ષમતા
કોરોના વેકસીન ખાસ આઇએલઆર ફ્રીઝમાં રાખવાની હોય જામનગરમાં કેટલી વેકસીન રાખવાની ક્ષમતા છે તેની ચર્ચા પણ ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ફોર હયુમ્યુલાઇઝેશનની મીટીંગમાં કરવામાં આવી હતી. જામનગરમાં હાલ 36 લાખ એમએલ વેકસીન રાખવાની ક્ષમતા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. વેકસીનની સાચવણીમાં જરૂરી તમામ તકેદારી રખાશે.
પ્રથમ તબકકામાં 12000 હેલ્થવર્કરોને રસી અપાશે
જામનગર શહેર-જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી આપવા માટે રચાયેલી ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ફોર હયુમ્યુલાઇઝેશનની મીટીંગમાં પ્રથમ તબકકામાં હેલ્થવર્કરોને વેકસીન આપવાનું નકકી કરાયું છે. ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 12000 જેટલા હેલ્થવર્કરો હોય તેઓને પ્રથમ રસી આપવામાં આવશે.
તાલુકા કક્ષાએ કોરોના વેકસીન માટે તાલુકા ટાસ્કફોર્સની રચના
જામનગર જિલ્લામાં કોરોના વેકસીન માટે ડીસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ફોર હયુમ્યુલાઇઝેશનની રચના કરાઇ છે. જેમા ડીડીઓ, પ્રાંતઅધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર, જી.જી.હોસ્પિટલના તબીબો સહિત અન્ય વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જયારે તાલુકા કક્ષાએ વેકસીન આપવા માટે તાલુકા ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.