તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં રહો સલામત રહો:જામનગરમાં કોરોના બેકાબૂ, 7 મોત, 97 કેસ

જામનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 24 કલાકમાં શહેરમાં 54, જિલ્લામાં 43 લોકો સંક્રમિત
 • લાંબા સમય બાદ કેસનો આંકડો સદી તરફ, 37 દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

જામનગરમાં બીજા તબકકામાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. કારણ કે, 24 કલાકમાં 7 દર્દીના મોત નિપજયા છે તો 97 નવા કેસ નોંધાયા છે. શહેરમાં 24 અને જિલ્લામાં 43 લોકો સંક્રમિત થયા છે. લાંબા સમય બાદ કેસનો આંકડો સદી સુધી પહોંચ્યો છે. 37 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે.

જામનગર શહેર-જિલ્લામાં કોરોના જેટગતિએ વકરતાં કેસની સંખ્યામાં આવેલો ધરખમ ઉછાળો ચિંતાનો વિષય બન્યો છે. આ ગંભીર સ્થિતિમાં રવિવારે પોઝિટિવ કેસનો રાફડો ફાટતા શહેરમાં 54 અને જિલ્લામાં 43 કેસ નોંધાયા છે. બીજી બાજુ શનિવારે રાત્રીથી રવિવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 7 દર્દીના મોત નિપજયા હતાં.

નિયમોનું પાલન નહીં કરનાર દુકાનો આજથી બંધ કરાશે
જામનગર શહેરમાં કોરોના સંક્રમણનો બીજો તબકકો ઘાતક બન્યો છે છતાં પણ દુકાનો, બાગબગીચા સહિત જાહેર સ્થળો પર લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતા નથી. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હજુ કડક નિયંત્રણો લાગુ કરાયા નથી. પરંતુ સોમવારથી જે દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનું પાલન નહીં થતું હોય તે દુકાનો બંધ કરાવામાં આવશે.> રવિશંકર, જામનગર જિલ્લા કલેકટર

જી.જી.ની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીની સંખ્યા વધીને 360 પર પહોંચી
જામનગરની જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં મહિના પહેલા દરરોજની 40 થી 50 ની ઓપીડી નોંધાતી હતી. પરંતુ કોરોનાના કેસ વધતા તાજેતરમાં 216 દર્દીની ઓપીડી નોંધાઇ હતી. આટલું જ નહીં કોવિડ હોસ્પિટલમાં રવિવારની સાંજની સ્થિતિએ દાખલ દર્દીની સંખ્યા વધીને 360 પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો