કોરોના અપડેટ:શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, 1 પોઝિટિવ કેસ નોંધાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.જી. માં કોવિડના 7 દર્દી સારવાર હેઠળ

જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઘટયું છે. કારણ કે, શનિવારે શહેરનો માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે. સતત ત્રીજા દિવસે જામનગર જિલ્લામાં વિસ્તારનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જી.જી હોસ્પિટલ માં કોવિડ વિભાગમાં કોરોનાના 7 દર્દી અને મ્યુકર માઇકોશિશના ત્રણ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

જામનગર શહેરમાં કોરોના નો વિસ્ફોટ થયા પછી હજુ પણ ધીમે ધીમે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. જેમાં શનિવારે ઘટાડો થયો છે. શહેરી વિસ્તારમાં માત્ર 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જે દર્દી ને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યો છે. જયારે જિલ્લામાં ત્રીજા દિવસે રાહતના સમાચાર છે. બુધવારે બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા પછી ત્રણ દિવસથી તેમાં રાહત જોવા મળી છે. જી.જી. હોસ્પિટલના કોવિડ-એ વિભાગમાં કોરોનાના કુલ 7 દર્દી સારવાર હેઠળ છે. તેમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દી છે, જ્યારે બે દર્દીઓ કે જેઓ હાલ નેગેટિવ થઈ ગયા છે, પરંતુ તેઓને નાકમાં નળી મારફતે ઓક્સિજન થી સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી એક દર્દીને નાકમાં નળી મારફતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...