તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર એકશનમા આવ્યું, સોશિયલ ડીસ્ટંસનો ભંગ થતો હોય તેવી 12 દુકાનો બંધ કરાવી

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • SDM, મામલતદાર, મનપા અને પોલીસની સંયુક્ત કામગીરી

જામનગર શહેરમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થતા તંત્ર એકશનમાં આવ્યું છે. માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટંસનો અમલ કરવાની અપીલ બાદ પણ કેટલાક વિસ્તારમાં નિયમોનો ધજાગરા ઉડતા હોય આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી.

પ્રાંત અધિકારી, શહેર મામલતદાર, મનપા અને પોલીસની વિભાગની ટીમોએ આજે શહેરના જીજી હોસ્પિટલ અને એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. આ વિસ્તારમાં 12 જે્ટલી ચા પાનની દુકાનો પર સોશિયલ ડીસ્ટંસનો ભંગ થતો મળી આવતા દુકાન બંધ કરાવવામા આવી હતી. તો માસ્ક વગર ફરી રહેલા લોકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી.

શહેર મામલતદાર નંદાણિયાના જણાવ્યા અનુસાર હોસ્પિટલ રોડ પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય એક ડઝન જેટલી ચા-પાનની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જયારે કેટલાક લોકો પાસે માસ્કના નિયમ અંગે દંડની વસુલાત પણ કરવામાં આવી હતી. વારંવારની સૂચનાઓ છતાં લોકો કોરોના પ્રત્યે ભારે લાપરવાહી દર્શાવતા એસડીએમ સહિતના અધિકારીઓને આજે મેદાનમાં ઉતરવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને કારણે ઉપરોકત બન્ને વિસ્તારમાં લોકો સગેવગે તથા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો