કોરોના સંક્રમણ:જામનગરમાં કોરોનામાં ઉછાળો, 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચિંતા વધી|જિલ્લામાં કોઇ નવો કેસ નહીં છતાં સાવચેતી જરૂરી
  • મ્યુકરના કેસ વધતા ત્રણ દર્દી જી.જી.માં સારવારમાં

જામનગર શહેરમાં કોરોના વકરતા 24 કલાકમાં એક સાથે બે પોઝિટિવ કેસ નોંધાતા ભયનો માહોલ સર્જાયો છે. જી.જી હોસ્પિટલ માં કોરોનાના વોર્ડમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે તો ટ્રાયલ વોર્ડમાં અન્ય ત્રણ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. મ્યુકર માઇકોસિસના વધુ એક દર્દીનો ઉમેરો થયો છે. કોરોનાના કેસ સામે આવતા શહેર-જિલ્લામાં કોવિડ ટેસ્ટની પ્રક્રિયાને વેગવંતી બનાવાઇ છે.

જામનગર શહેરમાં કોરોનામાં પાંચ દિવસના વિરામ પછી શનિવારે ફરીથી બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના ધીમે ધીમે માથું ઉચકી રહ્યો છે અને જી.જી. હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં હાલમાં કોરોનાનો વોર્ડ શરૂ કરી દેવાયા પછી તેમાં બે કોરોના પોઝેટીવ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જો કે બંનેની તબિયત સુધારા પર છે. તેમ જ ટ્રાયલ વોર્ડમાં અન્ય ત્રણ દર્દીઓને રાખવામાં આવ્યા છે જે પૈકી વધુ બે દર્દીઓના પોઝીટીવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

મ્યુકરથી પીડીત 13 વર્ષની બાળકી સહિત ત્રણની સર્જરી કરાઇ
મ્યુકર માઇકોસિસની બીમારીના કારણે 13 વર્ષની એક બાળકીને જી. જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેણીની સર્જરી કરવામાં આવી હતી. જ્યારે સારવાર લઇ રહેલા અન્ય બે પુરૂષ દર્દીની સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા અન્ય બે દર્દીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જામનગર શહેર-જિલ્લામાં કુલ 9,69,055 લોકોના કોવિડ ટેસ્ટ કરાયા
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તેમજ જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખા દ્વારા કોવિડ ટેસ્ટની પ્રક્રિયાને વેગવંતી બનાવામાં આવી છે. શહેરી વિસ્તારમાં કુલ 5,57,342 અને જિલ્લામાં 4,11,713 કોવિડ ટેસ્ટ કરાયા છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ 9,69,055 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...