જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના અંતભણી ગતિ કરી રહ્યો હોય બીજા દિવસે સીંગલ ડીઝીટમાં કેસ નોંધાયા હતાં. શુક્રવારે શહેરમાં 3 અને જિલ્લામાં 3 મળી કુલ 6 કેસ નોંધાયા હતાં. કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું ન હતું. કોરોનાનું સંક્રમણ તળિયે પહોંચતા લોકોએ રાહતનો દમ લીધો છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ દિન-પ્રતિદિન તળિયે આવતું જાય છે. છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસ ના આંકડા સિંગલ ડીઝીટ માં આવી ગયા છે અને માત્ર એક બે કેસ નોંધાઈ રહ્યા છે. જેની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ હોવાથી એક્ટિવ કેસમાં પણ સંપૂર્ણપણે ઘટાડો થઈ ગયો છે. શુક્રવારે શહેરમાં 3 પોઝિટિવ કેસની સામે 3 દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 3 પોઝિટિવ કેસ સામે 1 દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યો છે.
ત્રણ દિવસ પહેલાં કોરોનાના એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા પછી કોરોનાના કારણે છેલ્લા 72 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં માત્ર 9 દર્દી દાખલ છે, જેમાં 7 દર્દીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે બે દર્દીઓને કોરોનાના શંકાસ્પદ દર્દી ગણીને સારવાર અપાઇ રહી છે. એક દર્દીને વેન્ટિલેટર મારફતે સારવાર અપાઇ રહી છે.
આ ઉપરાંત મ્યુકોર્માઇકોસિસની બીમારીના ૦૨ દર્દીઓ સામે આવ્યા છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઇ.એન્ડ. ટી. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક દર્દીને ઇન્જેક્શન મારફતે સારવાર અપાઇ રહી છે, જયારે ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલા દર્દી, કે જેઓની તબિયત લથડી હોવાથી મેડિસિન વિભાગમાં વેન્ટિલેટર મારફતે સારવાર અપાઇ રહી છે. મહામારી નામશેષ થવાના પગલે શહેરીજનોની સાથે હવે જિલ્લા પ્રશાસને પણ રાહત અનુભવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.