તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ ઘટ્યું:જામનગર આવેલા 24 NRIના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જામનગરમાં પણ વિદેશથી આવેલા લોકોનો ટેસ્ટ ફરજિયાત

જામનગર શહેરમાં છેલ્લા એક માસ દરમ્યાન બ્રિટનથી 24 એનઆરઆઇ આવ્યા હતા. જે તમામનો કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે અંગેનો રિર્પોટ નેગેટિવ આવતા તેઓને હોમ આઇસોલેટ કરી દેવાયા હતા. બ્રિટનમાં કોરોનાની નવી લહેર જોવા મળી છે અને હાલમાં કોરોના કેસની કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે ત્યારે ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવતી તમામ ફલાઇટો પણ રદ કરી દેવામાં આવી છે. પરંતુ ગત એક મહિના દરમ્યાન તા.25-11-20થી તા.23-12-20 સુધીમાં જામનગર શહેરમાં બ્રિટનથી કુલ 24 એનઆરઆઇ જામનગર આવી પહોંચ્યો છે.

રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ 24 એનઆરઆઇના નામોની યાદી જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં પાઠવવામાં આવી હતી, જેમાં તમામ ના નામ-સરનામાં, મોબાઇલ નંબર વગેરે પણ નોંધાયા હતા. જેના આધારે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટુકડીઓ તાત્કાલિક અરસથી તમામ 24 એનઆરઆઇને શોધીને તેઓના કારોના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જો કે તમામ 24 એનઆરઆઇના કોરોના રિર્પોટ નેગેટીવ આવ્યા છે. તેમ છતા પણ તમામ એનઆરઆઇને હાલ જામનગર શહરેના જુદા-જુદા વિસ્તારોમાં પોતાના રહેણાંક મકાનમાં હોય આઇસોલેટ કરીને રાખવામાં આવ્યા છે. એટલુ જ માત્ર નહીં પાલિકાની આરોગ્યની ટુકડી દ્વારા તેઓનું પ્રતિદિન મોનિટરીંગ કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો