તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રિપોર્ટ નેગેટિવ:CM વિજય રૂપાણીના સંપર્કમાં આવેલા જામનગરના સાંસદ અને રાજ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓના કોરોના રિપોર્ટ નેગેટિવ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપાણીની પ્રથમ સભા ધન્વંતરી ગ્રાઉન્ડમાં અને બીજી સભા ચાંદી બજારના ચોકમાં યોજાઇ હતી

જામનગરમાં શનિવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની બે ચૂંટણી સભાઓ યોજાઇ હતી. જે ચૂંટણી સભા દરમિયાન મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા રાજ્યના બે મંત્રી, સાંસદ, પક્ષ પ્રમુખ સહિતના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, તમામના રિપોર્ટ નેગેટીવ આવતાં હાશકારો થયો છે.

CMના સંપર્કમાં આવનારના કોરોના ટેસ્ટજામનગરમાં શનિવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌ પ્રથમ સભા ધન્વંતરી ગ્રાઉન્ડમાં અને ત્યાર પછી બીજી સભા ચાંદી બજારના ચોકમાં યોજાઇ હતી.

જામનગર માં છેલ્લી સભા ચાંદીબજાર બજાર ના ચોકમાં મુખ્યમંત્રી દ્વારા સભા સંબોધી હતી
જામનગર માં છેલ્લી સભા ચાંદીબજાર બજાર ના ચોકમાં મુખ્યમંત્રી દ્વારા સભા સંબોધી હતી

જે સભાના કાર્યક્રમ પછી બીજા દિવસે વડોદરામાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત નાદુરસ્ત થઈ હતી અને તેઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી મુખ્યમંત્રી સાથે સંપર્કમા આવેલી તમામ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરમાં પણ મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સંપર્કમાં આવેલા વ્યક્તિઓના કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

તમામના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારોજામનગર શહેર ભાજપના કાર્યાલયમાં ગઈકાલે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, તેમજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઉપરાંત શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા વગેરેના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે પણ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. સાથોસાથ મુખ્યમંત્રીના સ્ટેજ પ્રોગ્રામમાં જોડાયેલા અન્ય હોદ્દેદારોએ પણ કોવિડ ટેસ્ટની કાર્યવાહી કરાવી હતી. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી હાશકારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો