તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Corona Positive Report Of Three Accused Arrested In Murder Case Of Lawyer Kirit Joshi, Policemen Involved In Investigation To Be Tested

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:વકીલ કિરીટ જોશીની હત્યા મામલે ઝડપાયેલા ત્રણ આરોપીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ, તપાસમાં જોડાયેલા પોલીસકર્મીઓના ટેસ્ટ કરાશે

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર હતા કોર્ટમાં રજૂ કરતા પહેલા રિપોર્ટ કરાવાયો હતો

જામનગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા મામલે કલકત્તાથી ઝડપાયેલા ત્રણેય આરોપીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

કિરીટ જોશીની હત્યા મામલે જામનગર પોલીસે આરોપી હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કલકત્તાથી થોડા દિવસ પૂર્વે પોલીસે ઝડપી પાડ્યા હતા. જે તે સમયે ત્રણેય આરોપીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા પોલીસે વિધિવત ધરપકડ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરતા જામનગર પોલીસે હત્યા મામલે વધુ તપાસ કરી રહી હતી.

રિમાન્ડ દરમિયાન જામનગર પોલીસની ટીમ આરોપીઓને લઈ અલગ અલગ જગ્યાએ તપાસ માટે ગઈ હતી. રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા હોય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હોય પોલીસે ફરી આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં ત્રણેય આરોપીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જેના કારણે રિમાન્ડ દરમિયાન આરોપીઓની સાથે રહેલા એલસીબી અને એસઓજીના પોલીસકર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ જે પોલીસકર્મીઓ તપાસમાં જોડાયેલા હતા તેઓના કોરોના ટેસ્ટ કરવામા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો