તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી:જામનગરમાં કોરોનાનું સંક્રમણ ટોચ પર, બપોર સુધીમાં 14 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 800ને પાર

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની G.G. હોસ્પિટલમાં રોજ 150થી 200 દર્દીની OPD આવે છે

જામનગરમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. આજે બપોર સુધીમાં કોરોનાના કુલ 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 800ને પાર પહોચી ગયો છે. આજે નોંધાયેલા 114 કેસના દર્દીના ઘર આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

કોવીડ હોસ્પિટલમાં દરરોજ 150થી 200 દર્દીની ઓપીડી આવી રહી છે
જામનગર શહેરમાં હવે મહામારી કોરોનાનું સંક્રમણ ટોચ ઉપર છે. માટે આગામી ત્રણ-ચાર દિવસમાં પોઝિટિવ કેસમાં ભારે ઉછાળાની આશંકા જિલ્લા કલેક્ટર રવિશંકરે વ્યકત કરી છે. કોરોનાના કેસ જેટ ગતિએ વધતા જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં દરરોજ 150થી 200 દર્દીની ઓપીડી આવી રહી છે. આ સ્થિતિમાં લોકોના સહયોગ વગર સંક્રમણ રોકવું શક્ય નથી. જો કે સતત વધતા કેસ સામે ટેસ્ટની સંખ્યા નક્કી નથી. કોરોના મહામારીમાં 60 વર્ષથી ઉપરના દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધારે રહ્યું છે. રવિશંકરે જણાવ્યું હતું કે શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ટોચ પર પહોંચ્યું છે છતાં લોકો હજુ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરે નિયમોનું પાલન કરતા નથી.​​​​​​​

કોરોનામાં 3 પ્રકારના ટેસ્ટ થાય છે
જામનગરમાં કોવિડ-19 હોસ્પિટલના નોડેલ ઓફીસર ડો.એસ.એસ.ચેટરજીએ જણાવ્યું હતું કે, કોરોનાના રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે જાણવા ત્રણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં આર્ટીફીશીયાર ટેસ્ટ કે જેમાં 6થી 8 કલાક, રેપીડ એન્ટીજન ટેસ્ટ જેમાં 20થી 30 મિનીટનો સમય લાગે છે. જ્યારે એન્ટી બોડી ટેસ્ટ એટલે કે ભૂતકાળમાં કોરોનાનું સંક્રમણ થયું છે કે કેમ તે જાણી શકાય છે.

(હસિત પોપટ-જામનગર)