કોરોના અપડેટ:જામનગર-દ્વારકા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, 37 પોઝિટિવ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જામનગરના તબીબ, હેલ્થકર્મી, ઉદ્યોગપતિ દંપતિ સહિત સંક્રમિત

જામનગર અને દ્વારકા જિલ્લામાં બુધવારે ફરી જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ કુલ 37 પોઝિટીવ કેસો સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.જામનગર શહેરમાં એક સાથે 19 ઉપરાંત ગ્રામ્યમાં ત્રણ ઉપરાંત દેવભૂમિમાં 15 પોઝીટીવ કેસો પૈકી ખંભાળિયા તાલુકામાં 9 કેસો સામે આવ્યા છે. તહેવારો પુર્વે કેસોમાં વધારાના પગલે આરોગ્ય તંત્ર દ્વારા સધન આરોગ્ય લક્ષી પગલા સાથે ટેસ્ટીંગ પણ વેગવંતુ બનાવવામાં આવ્યુ છે.

જામનગર શહેરમાં બુધવારે ફરી 19 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટીવ જાહેર થયા હતા જેમાં એક તબીબ,બે વિધાર્થીઓ, એક ઉઘોગપતિ દંપતિ અને એક હેલ્થ વર્કર સહિતનો સમાવેશ થાય છે.જયારે સાત દર્દી કોરોના મુકત જાહેર થયા છે.અત્યાર સુધીના પોઝીટીવ પૈકી 60 દર્દીઓ હાલ હોમ આઇશોલેટ કરાયા છે જયારે બે દર્દીને હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે.આરોગ્ય તંત્ર દ્વારા તેના સંપર્કમાં આવેલા તમામ લોકોના પરીક્ષણ પણ હાથ ધરવામાં આવ્યા છે.

જયારે જામનગર ગ્રામ્યમાં પણ ત્રણ લોકોના રીપોર્ટ કોરોના પોઝીટીવ જાહેર થયા છે જેમાં મોટી ખાવડી,વસઇ અને જીવાપર પંથકના એક પુરૂષ અને બે મહિલા દર્દીનો સમાવેશ થતો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે. જયારે તમામ દર્દીના રહેણાંકના વિસ્તારોમાં પણ સધન આરોગ્ય લક્ષી પગલા ભરવામાં આવી રહયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે ફરી એક સાથે 15 સંક્રમિત જાહેર થયા છે જેમાં ખંભાળિયા તાલુકામાં જ નવ પોઝીટીવ કેસ જાહેર થયા છે. યાત્રાધામ દ્વારકા પંથકમાં પણ છ લોકો સંક્રમિત નોંધાયા છે.

બંને જિલ્લામાં દોઢેક હજાર લોકોનું પરીક્ષણ
જામનગર શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા 400થી વધુ લોકો ઉપરાંત ગ્રામ્યમાં 700થી લોકોના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા જયારે દેવભૂમિ જિલ્લામાં 359 લોકોના પરીક્ષણ થયા હતા જેમાં ભાણવડ તાલુકામાં 126,દ્વારકા તાલુકામાં 48, કલ્યાણપુર તાલુકામાં 87 અને ખંભાળિયા પંથકમાં 98 સહિત 359 લોકોના ટેસ્ટીગ કરાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...