કોરોનાનો કહેર:જામનગરમાં કોરોનાનો કહેર ઘટયો, 1 મોત, 33 પોઝિટિવ,એક દિવસમાં શહેરમાં 20, જિલ્લામાં 13 લોકો સંક્રમિત

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 18 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ: હજુ પણ 74 એક્ટિવ કેસ

જામનગરમાં કોરોનાનો કહેર ઘટતા 24 કલાકમાં 1 દર્દીનું મોત નિપજયું છે. જયારે 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 20 અને જિલ્લાના 13 કેસનો સમાવેશ થાય છે. 18 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે. શહેર-જિલ્લામાં 74 એકટીવ કેસ રહ્યા છે.સંક્રમણમાં પુન: આંશિક ઉછાળો આવતા પોઝિટિવ કેસનું પ્રમાણ વધ્યું છે. સોમવારે રાત્રીથી મંગળવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફકત 1 દર્દીનું મૃત્યુ નિપજયું હતું.

જયારે મંગળવારે એક દિવસમાં શહેરમાં 20 અને જિલ્લામાં 13 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે શહેરમાં 10 અને જિલ્લામાં 8 દર્દીએ કોરોનાને મહાત આપતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા હતાં. મંગળવારની સ્થિતિએ શહેરમાં 34 અને જિલ્લામાં 40 મળી કુલ 74 કોરોનાના એકટીવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...