તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કહેર વધ્યો:કોરોનાનો મૃત્યુદર ઉછળ્યો, 24 કલાકમાં 6 દર્દીના મોત

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક દિવસમાં શહેરમાં 22, જિલ્લામાં 16 કોરોનાના પોઝિટિવ કેસ
 • 40 દર્દી ડીસ્ચાર્જ: 145 એકટીવ કેસ રહ્યા

જામનગરમાં કોરોનાના મૃત્યુદરમાં એકાએક વધારો થતાં 24 કલાકમાં 6 દર્દીના મોત નિપજયાં છે. એક દિવસમાં શહેરમાં 22, જિલ્લામાં 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. 40 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા છે.

જામનગરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાએ પુન: માથું ઉંચકયું છે. જો કે, કોરોના કેસ અને મૃત્યુદરમાં વધ-ઘટ થઇ રહી છે. આ સ્થિતિમાં ગુરૂવારે 1 દર્દીનું મોત નિપજયું હતું. જયારે ગુરૂવારે રાત્રીથી શુક્રવારે સાંજ સુધીમાં જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં 6 દર્દીના મોત નિપજતાં મૃત્યુદરમાં વધારો થયો છે. શુક્રવારે શહેરમાં 22 અને જિલ્લામાં 16 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે શહેરમાં 25 અને જિલ્લામાં 15 દર્દી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરાયા હતાં. શુક્રવારની સ્થિતિએ શહેર-જિલ્લામાં 145 એકટીવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો