તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓછું મતદાન:કોરોના, સુસ્તી, નારાજગી, મોંઘવારી કારણભૂત, ગત ચૂંટણી કરતા 79506 મતદારો વધ્યા છતાં 3.39% મતદાન ઘટ્યું

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • વર્ષ-2015ની સાપેક્ષમાં વોર્ડ નં.3, 4 , 5 માં મતદાન વધ્યું

જામનગર મહાનગરપાલિકાની ગત ચૂંટણી કરતા 79506 મતદારોનો વધારો થયો હોવા છતાં મતદાનમાં 3.39 ટકાનો ઘટાડો નોંધાયો છે, ત્યારે જામ્યુકોની ચૂંટણીમાં મતદાનમાં ઘટાડા પાછળ કોરોના, નારાજગી, સુસ્તી, મોંઘવારી, સતા વિરોધી પરિબળ કારણભૂત હોવાનું ચોમેર ચર્ચાઇ રહ્યું છે. વર્ષ-2015ની ચૂંટણીની સાપેક્ષમાં વોર્ડ નં.3, 4 , 5 માં મતદાન વધ્યું છે તો અન્ય તમામ વોર્ડમાં ઘટાડો નોંધાયો છે.જામનગર મહાનગરપાલિકાની વર્ષ-2015ની ચૂંટણીમાં કુલ 409490 માંથી 232448 મતદારોએ મતદાન કરતા 56.77 ટકા મતદાન નોંધાયું હતું.

જેની સામે જામ્યુકોની હદમાં નવા વિસ્તારો ભળતા વર્ષ-2021ની મનપાની ચૂંટણીમાં 79506 મતદારોનો વધારો નોંધાયો છે. પરંતુ મતદારોનો વધારો થયો હોવા છતાં 3.39 ટકાનો મતદાનમાં ઘટાડો નોંધાયો છે. જેની પાછળ કોરોના, નારાજગી, સુસ્તી, મોંઘવારી, સતા વિરોધી પરિબળ કારણભૂત હોવાની શહેરમાં ચોમેર ચર્ચા ચાલી રહી છે. મનપાની ગત ચૂંટણીની સાપેક્ષમાં કુલ 16 માંથી ફકત વોર્ડ નં. 3, 4 અને 5 માં મતદાન વધ્યું છે. જયારે અન્ય 9 વોર્ડમાં મતદાન ઘટયું છે. ત્યારે આ મતદાનમાં ઘટાડો ભાજપ-કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષમાંથી કોનો નુકશાન અને ફાયદાકારક છે તે મંગળવારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પરથી ફલીત થશે.

ભાસ્કર એનાલિસિસ

જામનગર મહાપાલિકાની વર્ષ-2015 અને 2021ની ચૂંટણીની ફેક્ટ ફાઇલ

વોર્ડ

વર્ષ-2015વર્ષ-2021
કુલ મતદાનટકાવારીકુલ મતદાનટકાવારી
11811366.592021361.5
21413455.861589355.01
31043146.341223348.58
41395255.981665957.15
51140846.891389449.16
61145862.41385355.39
71564848.381678750.52
81399151.551564147.21
91320351.841218846.38
101644756.981768054.03
111624361.411854954.97
122022763.842266459.8
131568655.041660953.87
141303558.631336952.3
151580960.981979355.07
161266353.221532049.66

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો