ભાસ્કર એક્સક્લૂઝિવ:જામનગરના તજજ્ઞે કહ્યુ - કોરોના અગાઉના 2 વર્ષની પેટર્ન પર જ છે, માર્ચમાં પીક પર હોવાની સંભાવના

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જામનગરની જી.જી. હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડો. મનિષ મહેતાએ ‘ભાસ્કર’ને કહ્યું કે, દેશના અન્ય ભાગમાં કેસ વધે, તેના દોઢ જ માસમાં ગુજરાતમાં લહેર આવે છે

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગત 2 વર્ષની પેટર્નને જ આ વખતે પણ આ મહામારી અનુસરી રહી હોવાનું વિશેષજ્ઞો માની રહ્યા છે. છેલ્લા 2 પેટર્નથી કોરોનાના કેસો માર્ચમાં પોતાના ટોચ પર હોય છે જે 3 માસ સુધી ચાલે છે. આ પેટર્ન ગત બે વર્ષથી ચાલી રહી છે અને હજુ પણ આ વખતે આ જ પેટર્ન ચાલી રહી છે એમ જામનગરની જી.જી. હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું.

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના કેસ જે રીતે જેટ ગતિએ વધી રહ્યા છે તે જોતા ડોક્ટરો ત્રીજી લહેરની આશંકા દર્શાવી રહ્યા છે. જી.જી. હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો. મનિષ મહેતાએ કહ્યું હતું કે, કોરોનાની બે લહેર માર્ચ મહિનામાં ટોચ પર હતી. પ્રથમ અને બીજી લહેર માર્ચ મહિનામાં ટોચ પર રહી ત્રણ માસ સુધી ચાલી હતી જે તેની પેટર્ન ગણી શકાય. ત્યારબાદ 3 માસ સુધી કોરોનાની લહેર રહી હતી અને બાદમાં વળતા પાણી ગયા હતા. આ વખતે પણ તેવું દેખાઈ રહ્યું છે કે, માર્ચમાં કોરોના ટોચ પર હશે.

વિદેશોમાં કોરોનાની લહેર જ્યારે ટોચ પર હોય છે તેમજ ગુજરાત બહારના અન્ય રાજ્યમાં કોરોનાના કેસો વધે છે તેના દોઢ માસ બાદ કેસ ગુજરાતમાં વધવાના શરૂ થાય છે જે અગાઉની બે પેટર્ન પરથી ફલિત થયું છે. ત્યારે હવે લોકોએ કોરોના માટે સાવચેત રહેવાનું અત્યંત જરૂરી બન્યું છે.જી.જી.માં બીજી લહેરની જેમ જ ત્રીજી લહેર આવે તો શું કરવું તેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે જે પરથી તંત્ર આ બાબતે વધારે સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...